હિન્દ ન્યુઝ, ગાંધીનગર
નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂર બાદ ગુમ થયેલા ભારતીય નાગરિકોની ઓળખ સ્થાપિત કરવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગુમ થયેલા નાગરિકોના પ્રથમ-ડિગ્રી જૈવિક સંબંધીઓના DNA પ્રોફાઇલિંગ માટે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ, સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ તેમજ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ની લેબોરેટરીઝની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લાના જે પણ નાગરિકોના સ્વજનો આ હોનારતમાં ગુમ થયા હોય, તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન, સહાય અને DNA પ્રોફાઇલિંગ પ્રક્રિયા સંબંધિત માહિતી મેળવવા માટે જાહેર કરાયેલા સત્તાવાર હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક સંપર્ક સાધવા અનુરોધ છે.
વિશેષ હેલ્પલાઇન નંબર: +977 9841616095
વિસ્તૃત માહિતી માટે: indembkathmandu.gov.in
