નગરપાલિકા નિયામક કચેરીના અધિકારીઓ દ્વારા વિવિધ નગરોની કરાઇ મુલાકાત

હિન્દ ન્યુઝ,  વડોદરા 

     વડોદરા ઝોન હસ્તકના 6 જિલ્લાની 26 નગરપાલિકામાં ચોમાસાના વરસાદને કારણે રોડ-રસ્તાને થયેલ નુકશાન બાબતે રીસરફેસીંગની કામગીરી તથા ખાડાના રિપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવેલ હતી ત્યારે નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવેલ કામગીરીની ચકાસણી કરવા અને તેમ છતાં અમુક બાકી રહેલ કામગીરીના સ્થળ નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારી દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. 

    આજ શનિવારે પ્રાદેશિક કમિશ્નર સુરભિ ગૌતમે પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં ખંભાત નડિયાદ હાઈવે થી એજ્યુકેશન રોડ, અધિક કલેક્ટર મેહુલ પંડયા દ્વારા પાદરા નગરપાલિકા વિસ્તારમાં પરમાણી અગરબત્તી રોડ અને જાસપુર રોડ, નાયબ કલેક્ટર શૈલેષ કલસરીયા દ્વારા હાલોલ નગરપાલિકા વિસ્તારમાં દાવડા રોડ, રેફરલ હોસ્પિટલથી મેઇન રોડ, શિવાષીશ પાર્ક ખાતેના રોડ ચીફ ઓફિસરશ્રી રાહુલદેવ ઢોડિયા દ્વારા ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં બસ સ્ટેશન રોડ(ગૌરવ પથ), સ્ટેશન રોડ(બજાર વિસ્તાર), નાંદોદિ ભાગોળથી વડોદરી ભાગોળ રોડ અને નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી કિન્નરી વણજારીયા દ્વારા ખંભાત નગરપાલિકા વિસ્તારમાં પેટ્રોલ પંપથી સરદાર પટેલ શોપિંગ સેન્ટર રોડ, ત્રણ દરવાથી પીઠ બજાર રોડ, પિરાજપૂર થી ફતેહ પૂર રોડ, પીઠ પોલિસ ચોકથી રાજપૂતની વાડી રોડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

   આ અધિકારીઓ દ્વારા વિવિધ રોડ ઉપરના ખાડાઓ પુરવા માટે એસ.ઓ.પી. આધારિત રોડ રીસર્ફેસિંગના કામો, પાકા પેચવર્કના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું તેમજ નગરપાલિકાના વિવિધ વિકાસના કામો અન્વયે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

     વાહન ચાલકો તથા રાહદારીઓને માર્ગોની માળખાકીય સુવિધાઓનો લાભ મળે અને નાગરીકોને કોઈ અગવડ ના પડે તે ધ્યેય સાથે રાજ્ય સરકારના દિશા નિર્દેશ પ્રમાણે રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી માટે પ્રો એક્ટિવ અભિગમ અપનાવવા તથા રોડ-રસ્તા, ખાડા બાબતે આવતી ફરિયાદનું એક જ દિવસમાં અસરકારક રીતે હકારાત્મક નિકાલ થાય તેવી નગરપાલિકાના તંત્રને સૂચના આપવામાં આવી હતી.

Related posts

Leave a Comment