ગીર સોમનાથ જિલ્લામાં વાવણીલાયક વરસાદ બાદ ખરીફ પાકોનું ૬૫,૪૧૯ હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચૂક્યું છે. સારા વાવણીલાયક વરસાદને કારણે જુદાં જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે.

જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ ખરીફ વાવેતરમાં સરકારની ટેકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે ધરતીપુત્રો વાવણીમાં ઉત્સાહભેર વ્યસ્ત બન્યા છે. જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો, જિલ્લાભરમાં મગફળી ૪૭,૯૪૦ હેક્ટર, સોયાબીન ૩,૨૫૪ હેક્ટર, કપાસ ૬,૬૪૨ હેક્ટર, ઘાસચારો ૫,૨૦૨ અને શાકભાજીનું ૨,૩૮૧ હેક્ટરમાં વાવેતર થયું છે. આમ કુલ ૬૫,૪૧૯ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચુક્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ વાવેતર ૧.૪૬ લાખ હેક્ટર આસપાસ રહેતું હતું.

હાલમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, ઊના, ગીરગઢડા, કોડીનાર અને સૂત્રાપાડા એમ કુલ ૬ તાલુકામાં વ્યાપકપણે વાવેતરની કામગીરી શરૂ થઈ ચૂકી છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.


Advt.

Related posts

Leave a Comment