ખેડા જિલ્લામાં રસીકરણની ઝુંબેશને વેગ

હિન્દ ન્યૂઝ, ખેડા 

     નડિયાદ- વિશ્વવ્યાપી કોવીડ – ૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન ખેડા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં વિના મૂલ્‍યે કોરોના રસીકરણના કાર્યક્રમ યોજાઇ રહયાં છે ત્‍યારે રાજયનાં તમામ જિલ્‍લાઓમાં વહિવટી તંત્ર દ્વારા વિનામૂલ્‍યે રસીકરણ કાર્યક્રમો તથા કેમ્‍પોનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા રસીકરણ જૂંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્‍લામાં તા.૧લી માર્ચ-૨૧થી શરુ થયેલા કોરોના રસીકરણના ત્રીજા તબકકામાં હેલ્થ કેર વર્કરના ૪ ફ્રન્ટલાઇન વર્કરના ૬૯ લાભાર્થીને (પ્રથમ ડોઝ) રસી આપવામાં આવી. તેમજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કરના ૧૧ લાભાર્થીને (બીજો ડોઝ) રસી આપવામાં આવી. ૪૫ વર્ષથી વધુ હોય તેવા ૨૫૭૪ લોકોને પ્રથમ અને ૪૫ વર્ષથી વધુ હોય તેવા ૨૨૮૪ લાભાર્થીને આજે પ્રથમ અને બીજો એમ બે ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં કુલ ૨૨૦ સેશન યોજવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં હેલ્થ કેર વર્કરોમાં (પ્રથમ ડોઝ) કુલ ૧૩૦૧૮ લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે. ફ્રન્ટલાઇન વર્કરોમાં (બીજો ડોઝ) કુલ ૩૭૨૭૩ લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે. હેલ્થ કેર વર્કરને (બીજો ડોઝ) કુલ ૧૦૭૫૨ લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે. ફ્રન્ટલાઇન વર્કર (બીજો ડોઝ) કુલ ૧૧૭૧૫ લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે. ૪૫ વર્ષથી વધુ હોય તેવા લોકોને (પ્રથમ ડોઝ) કુલ ૨૫૧૮૯૧ લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે. ૪૫ વર્ષથી વધુ હોય તેવા (બીજો ડોઝ) કુલ ૨૨૯૪૭ લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે. ત્યારે જિલ્લાના નાગરિકોએ રસી લઇ  કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment