ધ્રાંગધ્રા DCW કંપની દ્વારા તમામ કર્મચારીઓને અર્બન હેલ્થ વિભાગ દ્વારા મેધા ડ્રાઈવમા વેકસીનેશન માટે આપી નોટીસ સાથે લોકોને બુસ્ટરડોઝ લેવા કરાઈ અપીલ

હિન્દ ન્યુઝ,

ગુજરાત સરકાર દ્વારા કોરોના ના પ્રથમ અને દ્વિતીય રસીકરણ પ્રક્રીયા ને પુર્ણ કર્યા પછી કોરોના રસીકરણનો બુસ્ટર ડોઝ માટે પણ ઝુંબેશ શરૂ કરી દેવાઈ છે ત્યારે ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તારીખ ૨૨/૦૫/૨૦૨૨ રવિવાર ના રોજ ધ્રાંગધ્રા શહેર ખાતે કોરોના રસીકરણનો બુસ્ટર ડોઝ મેગા ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધાંગધ્રા ડી.સી.ડબલ્યુ કંપની દ્વારા પોતાના તમામ કર્મચારીઓ, હંગામી કર્મચારીઓ, રોજમદાર કર્મચારીઓ આ ડોઝ થી વંચિત ના રહે તે માટે તમામ ને બુસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરવામાં આવેલ.

આ સાથે આ ડોઝ ધ્રાંગધ્રા શહેર ની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પણ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લેવા માટે અપીલ કરવામાં આવી હતી તેમજ ધ્રાંગધ્રા શહેર વિસ્તાર સોન તલાવડી, ધોળીધાર, ખાટકીવાસ, ફુલગલી, મયુરનગર, નરશીપરા, ખારી શેરી સહીત વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ડોઝ આપવામાં આવશે. આ બૂસ્ટર ડોઝ માં વધુમાં વધુ લોકો જોડાય તેવી ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ દ્વારા લોકોને અપીલ કરાઈ છે.

રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment