હિન્દ ન્યૂઝ, ભાવનગર,
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત સમાજની દિકરી મનીષાબેન વાલ્મિકી પર થયેલ અમાનુષી અત્યાચારથી મોત થવા બદલ પાલનપુર તાલુકાના ખોડલા ગામના દલિત સમાજ દ્વારા મનીષાબેનના ફોટા પર ફુલહાર ચઢાવી કેન્ડલ જ્યોત થકી શ્રધાંજલિ આપવામાં આવી હતી. બે મિનિટ મૌન પાડી મનીષાબેનના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ખોડલા દલિત સમાજ દ્વારા આ દુઃખદ ઘટનાને ઉગ્ર રોષ વ્યક્ત કરી દલિત સમાજની દિકરીને ન્યાય મળી રહે તે માટે દલિત સંગઠનો સાથે રહી લડત આપવાની તૈયારી બતાવી હતી. આ પ્રસંગે મોહનભાઇ ભીખાભાઇ ભિલોચાએ ઉમદા સહયોગ આપ્યો હતો. શિક્ષક બકુલભાઈ પરમાર અને વિજય મહેન્દ્રભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ખુશાલભાઈ ભિલોચા, લક્ષ્મણભાઇ ભિલોચા, પેથાભાઈ ભિલોચા કાંતિભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પરમાર, સંજય પરમાર, રમેશભાઈ ભિલોચા, કાળુભાઈ અને મણિલાલ સોલંકી વગેરેએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ખોડલા પ્રાથમિક શિક્ષક બકુલચંદ્ર વાલજીભાઈ પરમારે મનીષાબેન વિશે માહિતી આપી દલિત સમાજે સંગઠિત થઇ ન્યાય માટે લડવા જાગૃત થવા જણાવ્યું હતું.
રિપોર્ટર : મયુર જાની, ભાવનગર