ખોડલા શાળાના બાળકોને ઓનલાઈન સ્પર્ધાઓમાં જોડતા દિવ્યાંગ પ્રાથમિક શિક્ષક

હિન્દ ન્યૂઝ, ભાવનગર,

પાલનપુર તાલુકાની ખોડલા પ્રાથમિક શાળાના બાળકો માટે ‘ધોરણ 6 થી 8 વિજ્ઞાન ટેકનોલોજી’ નામના વોટ્સએપ ગ્રુપમાં શાળાના શિક્ષક બકુલચંદ્ર વાલજીભાઈ પરમારે તા.2.10.2020ના રોજ ગાંધીજીની 151મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી જીવન આધારિત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓ યોજી. જેમાં ગાંધી જીવન આધારિત ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધાઓનું ઓનલાઇન આયોજન કર્યું હતું. ગ્રુપમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ સુંદર પ્રદર્શન કર્યું હતું. જેનાથી તેઓને ગાંધીજી વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થઇ હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બકુલ પરમાર તરફથી પ્રોસ્તાહક ઈનામ રૂપે ચોપડો અને પેન આપવાની જાહેરાત કરાઈ હતી. જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી હતી. દિવ્યાંગ પ્રાથમિક શિક્ષક બકુલ પરમાર અવાર-નવાર અવનવી પ્રવૃત્તિઓ કરાવતા જ હોય છે જેમના આ કાર્યને વિદ્યાર્થીઓ અને વાલીઓએ શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવી આભાર માન્યો હતો.

રિપોર્ટર : મયુર જાની, ભાવનગર

Related posts

Leave a Comment