બાબા જયગુરૂદેવ મહારાજ ના દશમાં વાર્ષિક ભંડારા ની ઉજવણી

હિન્દ ન્યુઝ, વાલિયા

પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકા ના પઠાર ગામે જયગુરૂદેવ પંથ દ્વારા બાબા જયગુરૂદેવજી મહારાજ ના દશમાં વાર્ષિક ભંડારા નિમિતે સત્સંગ ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોકલા સિંગલવાણ વાલિયા, નેત્રંગ થી ભક્તો મોટી સંખ્યામાં પોહચ્યા હતા. જેઓ ને સત્સંગ વક્તા ભીખુદાદા દ્વારા ગુરુવચનો યાદ કરાવી સૌને આધ્યાત્મિક બનાવી દીધા હતા સાથે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

જયગુરૂદેવ સંગત પઠાર ના પ્રમુખ રાકેશભાઇ દેશમુખે જણાવ્યું કે બાબા જયગુરૂદેવજી પઠાર ગામ સાથે વિશેષ લાગણી પેહલે થી જ રહી છે તેઓ અહીંયા ઘણી વાર આવ્યા હતા અને ભક્તો ને કહ્યું હતું કે તમે શાકાહાર નો પ્રચાર જોર શોર થી કરો અને આગળ આવનાર બીમારીઓ વિશે લોકો ચેતવણી આપી દો અને શાકાહાર નો પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું હતું તેથી સંગત હાલ ગુરૂઆદેશ નું પાલન કરી રહી છે તેમ જણાવ્યું હતું અને સમાજ સુધારા માટે અને જનજાગૃતિ માટે આ પ્રકાર ના સત્સંગ સમારોહ સંગત કરતી રેહશે એમ જણાવ્યું હતું.

બાબા જયગુરૂદેવજી મહારાજ નો આશ્રમ મથુરા ખાતે આવેલ છે બાબા જયગુરૂદેવજી મહારાજ ના ભક્તો દેશ વિદેશ માં વસે છે શાકાહાર તેમજ સ્વચ્છ સમાજ ના નિર્માણ માટે અથક પરિશ્રમ ના કારણે તેઓ શાકાહાર ના પ્રણેતા તરીકે દુનિયા માં ઓળખાઈ છે. બાબા જયગુરૂદેવ નો વાલીયા તાલુકા સાથે વિશેષ નાતો રહ્યો હતો બાબા પઠાર ગામ ખાતે સત્સંગ માં પધાર્યા હતા ત્યારે અહીંયા ભક્તો ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી લીમડાના પાન વડે મંડપ બનાવવામાં આવ્યો હતો. જે જોઈ મહારાજ જી ખૂબ ખુશ થયા હતા અને પઠાર ગામ ને ‘નીમ કી પત્તી વાલા ગાવ’ નામ થી ઓળખતા હતા.

રિપોર્ટર : સતિષભાઈ દેશમુખ, વાલિયા

Related posts

Leave a Comment