હિન્દ ન્યુઝ, કડોદરા
અધિક પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ ડૉ. એસ.પી.રાજકુમારનાં રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસર સુરત ગ્રામ્ય નાઓ તરફથી મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપેલ જેના ભાગરૂપે થાણા ઇન્ચાર્જ આઇપીએસ વિશાખા જૈન તથા ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષક બારડોલી વિભાગ, ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ની ટીમ બનાવી ગુનાને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.
ગત તારીખ ૪-૪-૨૦૨૨ ના રોજ વરેલી ખાતે આવેલ ચામુંડા મોબાઇલની દુકાનમાં દુકાનનું શટર તોડી ને અલગ અલગ કંપનીના મોબાઈલ તથા એસેસરીઝ તેમજ રોકડ રકમ તથા ડીવીઆર મળી કુલ્લે રૂ.૮,૭૭,૪૭૮/- ની ચોરી અંગેનો ગુનો અત્રેના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે.
જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી સંકલન કરીને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા આ ગુનાના આરોપીઓ મુંબઈ ખાતે હોવાની જાણ થતા ફિલ્ડ ટીમના હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ખુમાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ નાઓ તાત્કાલિક મુંબઈ તપાસમાં જે ગુનાના કામે ચોરી માં ગયેલ ૨૬ મોબાઇલ કિંમત રૂ. ૩,૨૭,૬૨૭/- તથા ત્રણ આરોપીઓને પકડી લાવી તથા ગેંગના મુખ્ય સૂત્રધાર શૈતાનસિંગ સોલંકી રહે.રાજસ્થાન ને વાપી ખાતેથી ચોરી કરવાના સાધનો સાથે રાઉન્ડ અપ કરી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લાવી તથા સહઆરોપી કૈલાસ માલી રહે.હલધરુ તા. પલસાણા નાઓને અટક કરી આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ તથા અન્ય એક આરોપી મહેન્દ્ર મેઘવાલ રહે.ભાયંદર, મુંબઈ નાને વોન્ટેડ જાહેર કરેલ છે.
આ કામના રીસીવર આનંદ જૈન રહે.મુંબઈ પાસેથી બાકી ચોરાયેલ મોબાઈલ ફોન વેચી મેળવેલ રોકડા રૂપિયા ૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) રીકવર કરેલ તેમજ ચોરયેલ મિલકત પૈકી કુલ કિં.૬,૨૭,૬૨૭/- છ નો મુદ્દામાલ હસ્તગત કરવામાં સફળતા મળેલ. વિશેષમાં આ ગુનાના કામે ગુનામાં વપરાયેલી બલેનો ગાડી નંબર ,GJ-5-RF-3762 તથા આરોપીઓ નાં મોબાઈલ ફોન કબ્જે કરેલ અને બે આરોપીઓ પોલીસના હાલ પોલીસના રિમાન્ડ પર છે.
રિપોર્ટર : સોનુસિંગ રાજપૂત, કડોદરા
