હિન્દ ન્યુઝ, ભાવનગર
રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન આગામી માસ (ઓક્ટોબર-૨૪)માં કરવામાં આવનાર છે જેમાં ૬ થી ૧૪ વર્ષની વય ધરાવતા ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારના બાળકો ભાગ લઈ શકશે.
આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને ચિત્રકામ માટે જરૂરી સાધનો જેવા કે ડ્રોઈંગ પેપર,પેન્સિલ,રબ્બર,કલર બોક્ષ જેવી સામગ્રી અત્રેની કચેરી દ્વારા પૂરી પાડવામાં આવશે.નિયત નમૂના અરજી પત્રક કચેરીના બ્લોગ એડ્રેસ-dydobvr.blogspot.com પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને સુવાચ્ય અક્ષરમાં ભરી તેની સાથે
શાળામાં અભ્યાસ કરતા બાળકનું આચાર્યના સહી સિક્કા સાથેનું પ્રમાણીત કરેલ ફોટા સાથેનું બોનોફાઇડ સર્ટિફિકેટ અને રહેઠાણના પુરાવા સાથે તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,જી-૧/૨,એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર અત્રેની કચેરી ખાતે તમામ માહિતી સાથે અરજી પત્રક પહોંચતું કરવાનું રહેશે.