રવિવારે ચોટીલામાં નવરંગ નેચર ક્લબ રાજકોટ રામ-રહીમ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે રાહતદરે કલમી રોપા વિતરણ

હિન્દ ન્યુઝ, જશદણ

નવરંગ નેચર કલબ રાજકોટ અને રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા ના સંયુક્ત ઉપક્રમે કેસર કલમી આંબા, કલમી ચીકુ ના રોપા, મધુનાશી અને ફૂલછોડ અને ફુલસ્કેપ ચોપડા નું રાહત દરે વિતરણ. જેમાં વિવિધ જાત ના ફૂલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ,અળસીયા અને કોકોપીટ નું ખાતર,પ્યોર મધ,પ્લાસ્ટિક ના ચબુતરા, દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરે ના પાવડર હર્બલ ટી, બાજરા ના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘ ની આયુર્વેદિક દવા મળશે. નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા, કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ (૧૫ જાત ના રંગ વાળા) ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એક્શ્ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે. ચોટીલા મધ્યે આવેલ પ્રાથમિક શાળા નંબર-૨, ઝવેરચંદ મેઘાણી જન્મ સ્થળ પાસે, ચોટીલા ખાતે તારીખ ૦૩/૧૦/૨૦૨૧(રવિવાર) ના રોજ સવારે ૦૮:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી આપ રોપા મેળવી શકશો. વધુ માહિતી માટે વી.ડી.બાલા પ્રમુખ, નવરંગ નેચર ક્લબ – રાજકોટ મો. ૯૪૨૭૫૬૩૮૯૮ અને મોહસીનખાન ડી. પઠાણ પ્રમુખ રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા મો. ૯૨૨૮૪ ૩૨૫૬૦ નો સંપર્ક કરી શકો છો.

રિપોર્ટર : વિજય ચાંવ, જશદણ

Related posts

Leave a Comment