પાલનપુર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા માસ સી એલ ધારણા પ્રદર્શન

હિન્દ ન્યુઝ, પાલનપુર

ગુજરાત રાજ્ય તલાટી- મંત્રી મહા મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ઓ ના કેડર પ્રશ્નો લયી સરકાર સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં બનાસકાંઠા ના પાલનપુર માં પાલનપુર તાલુકા પંચાયત પર તલાટી કમ મંત્રી ઓ કેડર પ્રશ્નો લયી એમની માંગો પૂરી કરવા પેન ડાઉન કાળી પટ્ટી જેવી હડતાળ પર ઉતર્યા હતા. જેમાં એક દિવસ માસ સી એલ ધારણા પ્રદર્શન પર સંપૂર્ણ રજા પર ઉતરી સરકાર સામે પ્રશ્નો અંગે વિવિધ માંગ પૂરી કરવામાં આવે. જેમાં ૨૦૦૪-૫-૬ ના કર્મચારી ને સેવા સળંગ ગણવા ઉચ્ચ પગાર ધોરણ નાણાં વિભાગ તિજોરી વિભાગ દ્વારા કેસ પરત મોકલવા બાબત. ઇ- ટાસ થી હાજરી રેવન્યુ તલાટી ૪૪૦૦ ગ્રેડ પે, તલાટી કમ મંત્રી ને વિસ્તરણ અધિકારી માં પ્રમોશન રેવન્યુ, તલાટી ને પંચાયત તલાટી માં મર્જ કરવા આંતર જિલ્લા ફેરબદલી પંચાયત વિભાગ સિવાય ની અન્ય કામગીરી ન સોંપવા ફરજ મૌકુફી ફરજ દરમ્યાન એક ગામ એક તલાટી જેવા વગેરે પ્રશ્નો લયી દરેક તલાટી કમ મંત્રી વિરોધ દર્શાવી હડતાળ કરી દરેક પ્રશ્નો બેનર બનાવી પ્રદર્શન કરી માંગો પૂરી કરવા માંગ કરી હતી જો આ પ્રશ્નો નુ સરકાર નહિ સ્વીકારે તો ગાંધી ચિંધ્યા આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી. પાલનપુર તલાટી કમ મંત્રી મંડળ ના પ્રમુખ નિકુલભાઈ પટેલ, મંત્રી વિનોદભાઈ સુખવાણી દરેક તલાટી કમ મંત્રી ભાઈઓ બહેનો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment