રાજકોટ,
સમગ્ર દેશમાં ઇવીએમ મશીનથી ચૂંટાયેલી ભાજપ સરકારે એન.આર.સી. અને સી.એ.એ. જેવા બંધારણ વિરોધી કાયદાઓના અમલ કરવાના એલાન સાથે જ જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. દેશના ખૂણે ખૂણેથી નાગરિકો વ્યક્તિગત તથા પોતપોતાના સંગઠનોના માધ્યમથી વિરોધ નોંધાવી રહ્યા છે. આ સમસ્યા સરકારે રાષ્ટ્રીય સ્તરે ઊભી કરેલ હોય તેનો વિરોધ પણ રાષ્ટ્રીય સ્તરે થવો જોઈએ. એ હેતુથી બહુજન ક્રાન્તિ મોર્ચા તરફથી આગામી તારીખ. ૮/૧/૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય સ્તરે રેલી, પ્રદર્શનનુ આયોજન કરેલ છે. રાજકોટ જિલ્લામાં પણ રાષ્ટ્રીય સ્તરે થનારી રેલીના અનુસંધાને રેલી યોજાનાર છે. જેમાં તમામ (એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., માઈનરીટી)sc,st,obc, minority મૂળનિવાસી તમામ સંગઠનોને પોતાના ઝંડા, દંડા સાથે જોડાવા આહવાન કરવામાં આવે છે.
રેલીનો સમય તા.૮/૧/૨૦૨૦ને બુધવારે સવારે ૧૦.oo કલાકે શરૂ થશે અને રેલીનો રૂટ. ફૂલછાબ ચોક. જ્યુબિલી ચોક,ત્રિકોનબાગ, યાજ્ઞિક રોડ, ઠકકરબાપા છાત્રાલય, એકલવ્ય ચોક, ફૂલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સરદાર સાહેબ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ,બહુમાળી ભવન થઈ કલેકટર કચેરી સુધી રહેશે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ