મોરબી જિલ્લા મહેસુલી તંત્ર દ્રારા ચિંતન શિબિર સંપન્નન

મોરબી,

મોરબી જિલ્લા મહેસુલી તંત્ર દ્રારા મોરબીના ટાઉનહોલ ખાતે ચિંતન શિબિર યોજાઇ ગઇ.
આ ચિંતન શિબિરને દિપપ્રાગટય કરી જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલે જણાવ્યું હતુ કે, મહેસુલ વિભાગના કર્મચારીઓ અધિકારીશ્રીઓમાં લીડરશીપ હોય છે. આ માટે જ સરકારશ્રી દવારા મહત્તમ વિવિધ યોજનાની અમલવારી આ તંત્ર દ્રારા જ થાય છે. તેમણે કચેરીમાં વહીવટી તંત્રને પ્રશ્નો લઈ આવનાર અરજદારને શાંતીથી સાંભળીને યોગ્ય નિવેડો લાવવા જણાવ્યુ હતું.
પ્રેરણાત્મક ઉદ્દ્બોધનમાં સ્વામી આત્માનંદજીએ જણાવ્યું હતું કે ચિંતન કરવાથી જીવનમાં સરળતા તથા તરલતા આવે છે. લોકોના ભલા માટે નિયત કરાયેલ નિયમોને અનુસરીને વહીવટી જ્ઞાન, અનુભવનો ઉપયોગ કરી લોકોના કામ સરળતાથી થાય તે માટે કામ કરવા જણાવ્યું હતું
જયારે પૂર્વ કલેકટરશ્રી બી.એચ. ધોડાસરાએ શિબિરાર્થીઓને જણાવ્યું હતું કે, લોકશાહીમાં પ્રજાને કેન્દ્રમાં રાખી સરકારશ્રીની યોજનામાં લોકોને જોડી ખુલ્લા મને કામ કરવાથી યોજનાની અસરકારક અમલીકરણ થાય છે. અને માનવીય અભીગમ કેળવીને સમય મર્યાદામાં જ લોકોના પ્રશ્નોનો નિકાલ લાવવો જોઇએ.
જયારે વરિષ્ઠ પત્રકારશ્રી જવલંત છાયાએ સ્ટ્રેશ મુકત સારી નિયતથી કાર્ય કરવા અને જે જગ્યા પર છો ત્યાં તમે મહત્વપૂર્ણ જગ્યાપર સમજીને લોકોના ભલા માટે કામ કરવા અનુરોધ કર્યો હતો.
આ શિબિરમાં મોરબી જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી. જોષીએ સીએમ ડેસ્કબોર્ડની અસરકાર કામગીરી લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે શુ કાળજી રાખી શકાય તેની વિગતે જાણકારી આપી હતી.

આ શિબિરમાં હળવદના મદદનીશ કલેકટરશ્રી ગંગાસિંહે ટાઇમ મેનેજમેન્ટ અંગે, મોરબી પ્રાંત અધિકારીશ્રી એસ.જે ખાચરે પ્રીવેનટીવ વીઝીલન્સ અને તેના નિવારાત્મક ઉપાયો અંગે અને વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એન.એફ. વસાવાએ રેવન્યુ તુમારોનો અસરકાર નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.
જયારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે તંત્રે કઇ રીતે કામ કરવુ જોઇએ તેની ડીપીઓ અમરીનખાને વિડીઓ સ્લાઇડ મારફત સમજણ આપી હતી. મામલતદારશ્રી કાસુન્દ્રાએ મહેસુલી તંત્રના સુધારા ઠરાવોની વિગતવાર છણાવટ કરી હતી.
આ એક દિવસીય શિબિરમાં મોરબી જિલ્લાના મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ, માળીયાના મહેસુલીતંત્રનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી અરજદારો પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવી ટીમભાવનાથી ભાઇચારાથી પ્રશ્નોના નિકાલ માટેનું ચિંતન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment