નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દેશમાં ૫ કરોડ પરિવારોની સાથે સંપર્કનું મહાઅભિયાન યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવ  હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના સંયુક્ત સહકારથી નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના ગ્રામીણ વિસ્તારોમાં હર ઘર તિરંગા ફરકાવવા માટે પાંચ કરોડ ગ્રામીણ પરિવારોના સઘન સંપર્કનો મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવી દિલ્હી સ્થિત નેહરુ યુવા કેન્દ્ર સંગઠનનું મુખ્ય કાર્યાલય, છ ક્ષેત્રીય કાર્યાલયો અને ૨૯ રાજ્યોમાં સ્થિત કાર્યાલયોની દેખરેખમાં દેશના ૬૨૩ જિલ્લામાં કાર્યરત જિલ્લા નેહરુ યુવા કેન્દ્રના ૧૨ હજાર રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો તેમજ તમામ જિલ્લાના બ્લોકમાં કાર્યરત ૨.૫ લાખથી વધારે યુવા કલબોના નેટવર્કના માધ્યમથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત…

Read More

નારી વંદન ઉત્સવ અંતર્ગત ૫ ઓગષ્ટના રોજ કચ્છમાં રાજ્યકક્ષાના મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાશે  

હિન્દ ન્યુઝ, ભુજ         દેશ અને રાજ્ય અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી મહિલાઓને પ્રોત્સાહિત તથા તેમના યોગદાનને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તા. ૧ ઓગષ્ટથી નારી વંદન ઉત્સવનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત તા. ૫ ઓગષ્ટના મહિલા કર્મયોગી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કચ્છ જિલ્લામાં થશે. જે સંર્દભના આયોજન અને વ્યવસ્થાપન અનુસંધાને  નિવાસી અધિક કલેક્ટર શ્રી હનુમંતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.         આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ સંબંધિત તંત્રના અધિકારીશ્રીઓને કાર્યક્રમની કામગીરીને લઈને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના સુચારું આયોજન અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે સૂચન…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “શ્રી લક્ષ્મણ ટાઉનશીપ” માં આઝાદીની થીમ આધારિત પતંગોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ વર્ષ ૨૦૨૧ માં ભારતે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા, જે દરેક માટે ગર્વની વાત છે. આઝાદીની ચળવળ, ભારતની ઐતિહાસિક સભ્યતા અને સંસ્કૃતિ વિશે આજની યુવા પેઢી તથા દેશના નાગરિકોમાં જાગૃતતા ફેલાય થાય તેવા ઉમદા આશયથી ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષે એટલે કે ૨૦૨૧ થી “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યુ. આ ઉજવણીની શરૂઆત દેશના માનનીય વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ દાંડી યાત્રાથી કરવામાં આવેલ છે. “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી ૭૫ અઠવાડીયા સુધી કરવામાં આવનાર છે. “આઝાદી કા અમૃત મહોત્સવ”…

Read More

ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ તાલાળા ખાતે ઉજવાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો આગામી તા.૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ તાલાળા ખાતે ઉજવાશે. આ ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે કલેક્ટર રાજદેવ સિંહ ગોહિલની અધ્યક્ષતામાં શીર્ષ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાનો કાર્યક્રમ માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને યોજાશે. બેઠકમાં કલેક્ટરએ સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, વીજળી, પાણી, આરોગ્ય, વાહન વ્યવહાર, પાર્કિંગ, કાયદો વ્યવસ્થા, સ્વચ્છતા જાળવણી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના સુચારૂ આયોજન સહિત કામગીરી સબબ અંગે સબંધિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક…

Read More

ઉપરાષ્ટ્રપતિ તા. ૬ ઓગસ્ટ ના રોજ સોમનાથ મહાદેવ અને ભાલકાતીર્થના દર્શન-પુજન કરશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   સોમનાથ અને ભાલકાતીર્થ ખાતે ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુની મુલાકાત સંદર્ભે ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટર રાજદેવસિંહ ગોહિલના અધ્યસ્થાને બેઠક યોજાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ તા. ૬ ઓગસ્ટ ના રોજ સોમનાથ મહાદેવના અને ભાલકાતીર્થના દર્શન-પુજન કરશે. બેઠકમાં જિલ્લા કલેકટરએ ઉપરાષ્ટ્રપતિની સોમનાથ મુલાકાત દરમિયાન સુચારૂ આયોજન અને વ્યવસ્થા અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર બી.વી.લીંબાસીયા, નાયબ પોલીસ અધિક્ષક ઓમપ્રકાસ જાટ, એમ.એમ.પરમાર, વેરાવળ પ્રાંત અધિકારી સરયુબા જસરોટિયા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. 

Read More

૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં વર્ચ્યુઅલ/ઓનલાઇન ભાગ લઈ શકશે

ઓનલાઈન યુવા ઉત્સવ સ્પર્ધા :૨૦૨૨-૨૩  હિન્દ ન્યુઝ, ભુજ           ભારત સરકાર દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતીઓ માટે રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ યુવા ઉત્સવનું આયોજન વર્ચ્યુઅલ/ઓનલાઇન બંને રીતે કરવામાં આવશે. જે માટે કચ્છ જિલ્લા કક્ષાની ઓનલાઈન યુવા ઉત્સવની અલગ- અલગ સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોએ તા.૦૫/૦૯/૨૦૨૨ સુધી અ, બ, ખુલ્લો વિભાગ પ્રમાણે કૃતિઓ – “અ” વિભાગ (૧૫ થી ૨૦) – શાસ્ત્રીય કંઠ્ય સંગીત,…

Read More

૫મીએ રાજયપાલ દ્વારા બાયસેગના માધ્યમથી રાજયના ખેડૂતોને “પ્રાકૃતિક કૃષિ” વિષય પર રાજ્યના ખેડૂતોને સંબોધન

હિન્દ ન્યુઝ, ભુજ           રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને ખેડૂતોને અવિરત માર્ગદર્શન મળતું રહે તે હેતુથી છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યના માન.રાજ્યપાલની સીધી દેખરેખ હેઠળ આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા લાવવા વિવિધ કાર્યક્રમો ગોઠવી ખેડૂતો આ ખેતી અપનાવતા થાય તે માટેના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે અને તેમાં મહદઅંશે સફળતા પણ મળેલ છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તેવા શુભ આશયથી માન. રાજ્યપાલ, ગુજરાત રાજ્ય તા.૦૫/૦૮/૨૦૨૨ના સવારે ૧૧:૦૦ કલાક…

Read More

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ત્રણ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ત્રણ ટીમો દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન મણિનગર મેઇન રોડ -ચરિત્ર સ્કુલ વોકર્સ ઝોન (ગ્રીનલેન્ડ ચોકડી),  કોઠારીયા રોડ, સાધુવાસવાણી કુંજ રોડ, મવડી મેઇન રોડ, કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૫૨ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન કુલ ૩૦ kg વાસી ખાદ્ય ચીજોનો નાશ કરેલ તથા ૨૩ પેઢીને લાયસન્સ/હાયજિનિક બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૨૨ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.   (૧) આદિ નાસ્તા ગૃહ -5 kg વાસી ભાત, નુડલ્સ, મંચુરિયનનો નાશ કરેલ તથા લાઇસન્સ…

Read More

મુન્દ્રા તાલુકામાં ટીબી ચેપની આગોતરી તપાસ માટે ઈગરા ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા

ટી.બી- સાવચેતી – નિદાન – સારવાર હિન્દ ન્યુઝ, ભુજ                  સદીઓ બદલાઈ હોવા છતાં મનુષ્ય આજે પણ ટીબી એટલે કે ક્ષય રોગની સામે ઝઝૂમી રહ્યો છે મનુષ્ય શરીર પર તેની અસરો અને રોગની તીવ્રતાનો એક મૂક સાક્ષી રહ્યો છે. ટીબીનો ઇતિહાસ મનુષ્યની ઉત્પત્તિ જેટલો જ જૂનો હોવાનું માનવામાં આવે છે આ રોગ વિકસિત દેશોમાં પણ ક્યારેય નાબૂદ થઈ શક્યો નથી ત્યારે ભારત જેવા વિકાસશીલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત ભારતનું સપનું સેવ્યું છે જેને સાકાર કરવા આરોગ્ય તંત્ર સઘન પ્રયાસો કરી રહ્યું છે જેના ભાગરૂપે તાજેતરમાં મુન્દ્રા, બારોઇ, ધ્રબ, લુણી, ભદ્રેશ્વર, વાંકી, લાખાપર…

Read More

આઇ.સી.ડી.એસના ઘટક ભુજ-૧ દ્વારા સગર્ભા   અને ધાત્રી માતાઓને સ્તનપાન અંગે સમજ અપાઇ

વિશ્વ સ્તનપાન સપ્તાહ – સ્તનપાનને પ્રોત્સાહન -૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભુજ         દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની તા.૧ થી ૭ ઓગષ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આઇ.સી.ડી.એસ. વિભાગના ઘટક ભુજ-૧ દ્વારા સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.         કચેરીના તમામ આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા સુપોષણ સંવાદ ઉજવણી અંતર્ગત સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાને સ્તનપાન અંગે સમજ આપવામાં આવી હતી. જેમાં સી.ડી.પી.ઓશ્રી જાગૃતીબેન જોષી અને મુખ્ય સેવિકાએ મધર્સ મિટીંગ યોજી હતી. જેમાં ૬ માસ સુધી માત્ર સ્તનપાન અંગે સમજ આપવામાં આવી હતી. બાળકના સ્વાસ્થ્યને દૂધના પાઉડર કે અન્ય ખોરાકથી થતી…

Read More