રામ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમના એક ભાગરૂપે રામનાથ સોસાયટી ના મિત્રો એ સ્વેચ્છાએ આગળ આવી અને ઘરે ઘરે ફરી અને નિધિ એકત્ર કરવાનું શુભ કાર્ય સ્વીકાર્યું

હિન્દ ન્યૂઝ, જામખંભાળીયા

                સમગ્ર હિન્દુઓના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રીરામ નુ મંદિર શ્રીરામ જન્મભૂમિ એવા અયોધ્યા ખાતે નિર્માણ થવા જઇ રહ્યું છે, ત્યારે દરેકે દરેક ભારતીય, દરેકે દરેક હિન્દુ આમાં પોતાનું કોઈને કોઈ સ્વરૂપે યોગદાન દઇ શકે તે માટે સમગ્ર ભારતવર્ષ માં પ્રયત્નો થઇ રહ્યા છે. આ માટે શ્રીરામ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમના એક ભાગરૂપે રામનાથ સોસાયટી ના મિત્રો એ સ્વેચ્છાએ આગળ આવી અને ઘરે ઘરે ફરી અને નિધિ એકત્ર કરવાનું શુભ કાર્ય સ્વીકાર્યું અને રામનાથ સોસાયટીના દરેક ઘરે રૂબરૂ મુલાકાત લઇ અને નિધિ એકત્ર કરી.

 

           આ દરમિયાન રામ દૂત બનીને આવનાર આવા સ્વયંસેવકોનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું. કોઈ જગ્યાએ પુષ્પવર્ષા કરીને તો કોઈ જગ્યાએ કુમકુમ તિલક અને પેંડા ખવડાવી ને મીઠા મોઢા કરવીને આવકારવામાં આવ્યા. દરેક હિન્દુ ભારતીય ના મનમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો અને ખૂબ સારી એવી નિધિ એકત્ર થઈ શકી. આ કાર્યક્રમમાં પરેશભાઈ મહેતા, દીપકભાઈ ચોકસી, સંજયભાઈ બથીયા, જયેશભાઈ ગોકાણી, હિતેશભાઈ બથીયા, કારુભાઈ માવદીયા, હાર્દિકભાઈ મોટાણી, રાજુભાઈ ધ્રુવ, અશોકભાઈ કાનાણી, જયેશભાઈ મોદી, ભરતભાઈ છગ, ઈન્દ્રજીતસિંહ પરમાર, જ્યેન્દ્ર સિંહ પરમાર, ભવ્ય ભાઈ ગોકાણી, વિકી ભાઈ રૂઘાણી, પ્રિયજીતસિંહ જાડેજા, શ્યામ પુરોહિત, ભોલાભાઇ સલાયાવારા
વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામખંભાળીયા

Related posts

Leave a Comment