16 સપ્ટેમ્બર- વિશ્વ ઓઝોન દિવસ : વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ચાલો જાણીયે સૂર્યનાં પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર વિશે

હિન્દ ન્યુઝ, બોટાદ

પૃથ્વીનાં વાતાવરણના બહારનાં પડમાં ઓઝોન વાયુનું એક લેયર-સ્તર આવેલું છે. આ ઓઝોન વાયુનું લેયર સૂર્યનાં ઘાતક પારજાંબલી કિરણોથી પૃથ્વી પરની જીવસૃષ્ટિની રક્ષા કરે છે. જો આ પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચે તો તેના સંપર્કમાં આવવાથી ચામડીનું કેન્સર, શ્વસનમાં તકલીફ, મોતિયો, વનસ્પતિનો વિકાસ રૂંધાવો જેવી હાનિકારક અસરો થાય છે. એસી, ફ્રિજ, કોલ્ડ સ્ટોરેજ, અમુક રાસાયણિક સ્પ્રે વગેરેમાંથી ઉદભવતા ક્લોરોફ્લોરો કાર્બન જેવાં હાનિકારક વાયુઓને કારણે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે, આ પડ પાતળું થઇ રહ્યું છે. આ બાબતે લોકોને જાગૃત કરવા વર્ષ ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા ૧૫૦ દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી. એફ. સી. (કાર્બન, ફ્લોરીન, ક્લોરીન વાયુઓ )ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે. ભારત પણ આ જાગૃતિ ઝુંબેશમાં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે. આપણે ઓઝોન માટે નુકસાનકારક એવા મોટા ભાગના વપરાશ અને ઉત્પાદન બંધ કે ઓછાં કરી નાખ્યા છે.

ઓઝોનનાં આવરણનું મહત્વ:

સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણને બચાવતાં પૃથ્વીની આસપાસનાં ઓઝોનનાં પાતળા થઇ રહેલા આવરણને બચાવવા માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે. ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.

વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી:

વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 1995માં તેની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઓઝોન સ્તરને બચાવવાની જરૂરિયાતની વૈશ્વિક જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરી હતી. આપણી આવનારી જનરેશન અનુકૂળ વાતાવરણમાં ટકી રહે તે માટે જૈવ-વૈવિધ્યનું રક્ષણ અને જાળવણી કરવી જરૂરી છે. આ દિવસે ઓઝોન સ્તરને કેવી રીતે બચાવી શકાય તે અંગે જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આપણી આવનારી પેઢી માટે ઓઝોનને સુરક્ષિત રાખવું એ આપણી નૈતિક જવાબદારી છે. આ વર્ષની ઓઝોન ડે ની થીમ છે : પૃથ્વી પરના જીવનનાં રક્ષણ માટે વૈશ્વિક સહકાર (global cooperation protecting life on earth)

ત્યારે ચાલો આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે, હાનિકારક પારજાંબલી કિરણો (અલ્ટ્રાવાયોલેટ કિરણો) નું શોષણ કરીને આપણા સૌનું રક્ષણ કરતાં ઓઝોન સ્તરને બચાવીશું અને તેનાં રક્ષણ માટે કટીબધ્ધ થઈશું. આપણે પર્યાવરણલક્ષી અને ઓઝોન ફ્રેન્ડલી સાધનો વસાવીને ઓઝોન લેયરનાં ઘસારાનાં ઘટાડામાં ફાળો આપી શકીએ છીએ.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment