ખાવડીમાં નોનવેજ ના હાટડા સામે ‘હિન્દુ સેના’ એ ખખડાવ્યા સરકારી દ્વાર

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે આવેલ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સ ની સામે સરકારી પટ્ટા પરની જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો ખડકી દીધેલ છે જ્યાં નોનવેજ તેમજ ખુલ્લા માં દુકાનમાં તિંગાડેલ માસ મટન જાહેરમાં તેમજ દુકાનોની અંદર કટીંગ કરી તેમનો બગાડ પણ જાહેરમાં ત્યાં જ ફેંકી તેમનું વેચાણ કરે છે. જેને લઈ સામે આવેલ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સના દુકાનદારો અને આવતા જતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ ગેરકાયદેસર ખુલ્લામાં વેચાણથી અને તેના બગાડને ખુલ્લામાં ફેકવાથી દુર્ગંધ તથા પશુઓ, ગૌવંશ પણ આરોગતા હોવાથી તેમને પણ…

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર     આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે મામલતદાર અને તાલુકાનાં અધિકારી-કર્મચારીઓએ મતદાન મથકોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

Read More

ભાવનગર જિલ્લામાં ધો.૧ થી ૧૨ માં શિક્ષણથી વંચિત રહેલા બાળકોનો તા.૧ એપ્રિલ થી ૧૭ મે ૨૦૨૪ સુધી સર્વે હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       સમગ્ર શિક્ષા અંતર્ગત ધોરણ – ૧ થી ૧૨ સુધી શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોની સર્વેની કામગીરી તા.૧ એપ્રિલ થી ૧૭ મે ૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવશે. શાળા બહારનાં બાળકો (દિવ્યાંગ સહિત) કે જે કદી શાળાએ ગયેલ નથી કે વચ્ચે થી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા ૬ થી ૧૯ વર્ષનાં બાળકોનો સર્વે થશે. રેલ્વે સ્ટેશન, ઝુપડપટ્ટી વિસ્તાર, સ્લમ એરિયા, પછાત વિસ્તાર, જંગલ વિસ્તાર, બેટ વિસ્તારો, છુટા છવાયા પહાડી વિસ્તાર, ધાર્મિક સ્થળો, સિનેમા ઘરોની આસપાસના વિસ્તારો, કે અન્ય વિસ્તારમાં રહેતા બાળકોની માહિતી નજીકની સરકારી પ્રા. શાળા, સી.આ.સી.,…

Read More

૧૦૧-ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં શેરી મીટીંગો કરી મહિલા મતદારોને મહત્તમ મતદાન કરવાં પ્રોત્સાહિત કરાયાં

ભાવનગર : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર      આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪મા ભાવનગર જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે, ત્યારે આજરોજ ૧૦૧-ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં મતદાન વધારવા માટે લો વોટર ટર્ન આઉટ ધરાવતા બુથ પૈકીના ગામો તેમજ અન્ય ગામોમાં શેરી મીટીંગો કરી મહિલા મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં. આ ઉપરાંત ગારીયાધર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાબહેનોને આગામી લોકસભાની…

Read More

જામનગર જિલ્લાના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર મોટર સાઈકલ માટેની નવી સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર મોટર સાઈકલ પ્રકારના વાહન માટેની નવી સિરીઝ જીજે-10-ઈબી (GJ-10-EB) માં સિલ્વર અને ગોલ્ડન નંબર માટેના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.14/04/2024 ના બપોરે 04:00 કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.14/04/2024 થી 16/04/2024 સુધી બપોરે 04:00 કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.16/04/2024 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન…

Read More

જામનગરમાં આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા અંગે અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર     ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના તા.16/03/2024 ના ઠરાવ અન્વયે સામર્થ્ય સંસ્થાન પ્રકલ્પ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના તાબા હેઠળની 14 સરકારી યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થા/ કોલેજોમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન એજ્યુકેશન, કાયદા તથા અન્ય વિદ્યા શાખામાં સ્નાતક, અનુસ્નાતક અને પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS) ની રચના કરવામાં આવી છે. જે અન્વયે આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 થી ફરજિયાત GCAS પોર્ટલ મારફતે જ રેગ્યુલર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરાવીને પોર્ટલ પર કરવાની થતી કામગીરીના તબક્કા મુજબ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત…

Read More

છોટાઉદેપુર જિલ્લાના ૧૮ પરીક્ષા કેન્દ્રો પર તા. ૭ મી એપ્રિલના રોજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. ૦૭/૦૪/૨૦૨૩ના રોજ સવારે ૧૦-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમિયાન નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS 2023-24) યોજાનાર છે. જે અંતર્ગત બોડેલી તાલુકાના ૮૨૨ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, છોટાઉદેપુર તાલુકાના ૧,૨૧૯ પરિક્ષાર્થીઓ ૪ કેન્દ્રો પરથી, પાવીજેતપુર તાલુકાના ૯૧૦ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, કવાંટ તાલુકાના ૮૯૨ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, નસવાડી તાલુકાના ૬૦૦ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી તથા સંખેડા તાલુકાના ૩૯૧ પરિક્ષાર્થીઓ ૨ કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. આમ, જિલ્લાના કુલ ૧૮ પરીક્ષા કેન્દ્રો પરથી ૪,૮૩૪ પરિક્ષાર્થીઓ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા આપનાર…

Read More

જિલ્લાની ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શ્રમજીવીઓ પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય એ માટે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ., ઈન્ડીયન રેયોન, કેસ્ટલરોક ફિશરિઝ લિ., મમતા કોલ્ડ સ્ટોરેજ અને વનિતા ફૂડસ કંપની જેવી જિલ્લાની ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં લેબર ઓફિસર તથા ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર દ્વારા શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમમાં શ્રમયોગીઓને મતદાનના દિવસે કર્મચારીઓને મળતી રજા તેમજ મતદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લેબર ઓફિસર દ્વારા શ્રમયોગીઓને ખાસ અનુરોધ…

Read More

ઘુંસિયાના ૮૫ વર્ષના વૃદ્વ દેવજીભાઈ ભલાણીએ લોકોને મતદાન કરવાની કરી અપીલ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ગીર-સોમનાથ જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન કરવા તરફ પ્રોત્સાહિત થાય અને સંવેદનશીલ વિસ્તારમાં મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઘુંસિયા ગામની મુલાકાત લીધી તે વખતે ગામના ૮૫ વર્ષના વયોવૃદ્વ મતદાતા દેવજીભાઈ ધરમશીભાઈ ભલાણીએ લોકોને મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, હું તો મતદાનના દિવસે મારા મતાધિકારનો ઉપયોગ કરીશ જ આપ પણ તેનો ઉપયોગ કરજો. દેવજીભાઈએ લોકોને મતદાનની અપીલ કરતા કહ્યું હતું કે, સમાજના યુવાઓ વયોવૃધ્ધ સહિતના લોકોએ મતદાન…

Read More

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિર્ભયતાપૂર્વક લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લાના સંવેદનશીલ બુથોની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સતત બીજા દિવસે લોકસભાની આગામી ચૂંટણી નિર્ભયતાપૂર્વક અને મુક્ત તથા ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાના વિવિધ ગામોના સંવેદનશીલ બુથ અને મહિલા મતદાતાઓની ટકાવારી ઓછી ધરાવતા ગામોની મુલાકાત લીધી હતી. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિવિધ ગામોના સંવેદનશીલ મતદાન મથકો અને મહિલાઓના ઓછા મતદાન ધરાવતા ગામોમાં મુલાકાત લઈને લોકો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, લોકો ધર્મ, વંશ, જ્ઞાતી, જાતી, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા વિના નિર્ભયતાપૂર્વક મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને જોડાય તે…

Read More