ઘુંસિયાના ૮૫ વર્ષના વૃદ્વ દેવજીભાઈ ભલાણીએ લોકોને મતદાન કરવાની કરી અપીલ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

    આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ગીર-સોમનાથ જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન કરવા તરફ પ્રોત્સાહિત થાય અને સંવેદનશીલ વિસ્તારમાં મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઘુંસિયા ગામની મુલાકાત લીધી તે વખતે ગામના ૮૫ વર્ષના વયોવૃદ્વ મતદાતા દેવજીભાઈ ધરમશીભાઈ ભલાણીએ લોકોને મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, હું તો મતદાનના દિવસે મારા મતાધિકારનો ઉપયોગ કરીશ જ આપ પણ તેનો ઉપયોગ કરજો.

દેવજીભાઈએ લોકોને મતદાનની અપીલ કરતા કહ્યું હતું કે, સમાજના યુવાઓ વયોવૃધ્ધ સહિતના લોકોએ મતદાન અવશ્ય કરવું જોઈએ. મારા જેવા વૃદ્ધ જો મતદાન કરવા જઇ શકતા હોય તો યુવાનોએ તો આગળ આવવું જ જોઇએ કારણ કે યુવાનો જ દેશનું ભવિષ્ય છે. તેમણે ઉપસ્થિત લોકોને પણ ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment