જિલ્લાની ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શ્રમજીવીઓ પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય એ માટે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિ., ઈન્ડીયન રેયોન, કેસ્ટલરોક ફિશરિઝ લિ., મમતા કોલ્ડ સ્ટોરેજ અને વનિતા ફૂડસ કંપની જેવી જિલ્લાની ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં લેબર ઓફિસર તથા ઈન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર દ્વારા શ્રમયોગીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં.

આ કાર્યક્રમમાં શ્રમયોગીઓને મતદાનના દિવસે કર્મચારીઓને મળતી રજા તેમજ મતદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લેબર ઓફિસર દ્વારા શ્રમયોગીઓને ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો કે, “મતદાન એ દરેકનો બંધારણીય અધિકાર છે તથા દરેક શ્રમયોગીઓએ સહપરિવાર અચૂક મતદાન કરવું જોઈએ”

ઉપરાંત શ્રમયોગીઓએ દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદામાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરીમા જાળવી તેમજ ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા તેમજ અન્ય પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર પોતાના નૈતિક મતાધિકારનો ઉપયોગ કરવા શપથ લીધા હતાં.

આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજરઓ દ્વારા પણ હકારાત્મક અભિગમ સાથે શ્રમયોગીઓને મતદાર જાગૃતિ અંગે પ્રેરણા આપવામાં આવી હતી.

Related posts

Leave a Comment