છોટાઉદેપુર જિલ્લાના ૧૮ પરીક્ષા કેન્દ્રો પર તા. ૭ મી એપ્રિલના રોજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. ૦૭/૦૪/૨૦૨૩ના રોજ સવારે ૧૦-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમિયાન નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS 2023-24) યોજાનાર છે.

જે અંતર્ગત બોડેલી તાલુકાના ૮૨૨ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, છોટાઉદેપુર તાલુકાના ૧,૨૧૯ પરિક્ષાર્થીઓ ૪ કેન્દ્રો પરથી, પાવીજેતપુર તાલુકાના ૯૧૦ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, કવાંટ તાલુકાના ૮૯૨ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી, નસવાડી તાલુકાના ૬૦૦ પરિક્ષાર્થીઓ ૩ કેન્દ્રો પરથી તથા સંખેડા તાલુકાના ૩૯૧ પરિક્ષાર્થીઓ ૨ કેન્દ્રો પરથી પરીક્ષા આપશે.

આમ, જિલ્લાના કુલ ૧૮ પરીક્ષા કેન્દ્રો પરથી ૪,૮૩૪ પરિક્ષાર્થીઓ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા આપનાર હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment