સન સ્ટ્રોક (લૂ) થી બચવાના આરોગ્યલક્ષી સૂચનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાલના ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી બચવા માટે, નાગરિકો દ્વારા કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે. માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુ:ખાવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે. હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું. આખુ શરીર અને માથું ઢંકાય…

Read More

સુદ્રઢ અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી યોજવા ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લોકસભાની જૂનાગઢ બેઠકમાં સમવિષ્ટ ગીર સોમનાથ જિલ્લામાં ચાર વિધાનસભા મત વિસ્તાર માટેના ઈવીએમ મશીનોને આજે ઈણાજ ખાતે આવેલા વેરહાઉસ ખાતેથી રવાના કરવામાં આવ્યાં હતાં. રવાના કરવામાં આવેલા આ ઈ.વી.એમ મશીન જે-તે વિધાનસભા મત વિસ્તાર ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને મતદાનના દિવસે તેનો મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીની નિશ્રામાં સુદ્રઢ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે. તેના ઉપલક્ષમાં ગઈકાલે રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં…

Read More

મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાનો અનુરોધ

ખેડૂત મિત્રો માટે જાણવાજોગ હિન્દ ન્યુઝ, મહીસાગર  મધ્ય- દક્ષિણ ગુજરાતના મહીસાગર જીલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી તા: ૧૦/૦૪/૨૦૨૪ અને ૧૧/૦૪/૨૦૨૪ દરમ્યાન વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાનો અનુરોધ.. વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઊભા પાક જેવા કે, મકાઇ, મગ, બાજરી, દિવેલા, મગફળી, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. ઉપર જણાવેલ પાકોમાં રોગ-જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયત્રંણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય…

Read More

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વહેલી સવારે મતદાન જાગૃતિ માટે ભવ્ય ‘વોકેથોન’ યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર      આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપે તેવા આશયથી મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી નેહાકુમારી, જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતેથી ‘ચુનાવ કા પર્વ’ની ઉજવણી અંતર્ગત મતદાન જાગૃતિ વોકેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ વોકેથોન લુણાવાડા નગરમાં દરકોલી દરવાજા, નગરપાલિકા, ફુવારા ચોક માંડવી બજાર થઇ ઇન્દિરા મેદાન ખાતે પરત ફરી હતી.      કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકએ મતદાનના…

Read More

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને

હિન્દ ન્યુઝ, સોમનાથ ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યા એ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હાર્દિક પંડ્યા એ શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને મહાદેવનો જલાભિષેક કર્યો હતો. આ અવસરે તેઓએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન કર્યું હતું. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી મહાનુભાવનું અભિવાદન કર્યું હતું.

Read More

રંગોળી, ક્વિઝ કોમ્પિટિશન, સેલ્ફી પોઈન્ટ દ્વારા તાલાલા ખાતે મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     તાલાલા મામલતદાર કચેરી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, તાલાલા દ્વારા બસ સ્ટેશન ખાતે રંગોળી, ક્વિઝ કોમ્પિટિશન, સેલ્ફી પોઈન્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી ‘મતદાન અવશ્ય કરો’નો સંદેશો આપવામાં આવ્યો હતો. જિલ્લાના મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય તે હેતુથી ‘વોટ ફોર નેશન’ની થીમ અંતર્ગત સુંદર રંગોળી દ્વારા ભારતનો નકશો બનાવવામાં આવ્યો હતો. તેમજ ‘નથીંગ લાઈક વોટિંગ’ અને ‘દસ મિનિટ દેશ કે નામ’ જેવી મતદાનને લગતી વિવિધ થીમ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમને અનુલક્ષીને સરકારી વિનયન અને…

Read More

વેરાવળ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીના કેસ પેપરમાં પણ મતદાન જાગૃતિનો સંદેશો

દર્દીની સેવા સાથે રાષ્ટ્રસેવા હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ જ ઉપક્રમમાં વેરાવળ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના કેસ પેપરમાં મતદાન જાગૃતિનો સિક્કો લગાવી અવશ્ય મતદાન કરવાં અનુરોધ કરી દર્દીની સેવા સાથે રાષ્ટ્રસેવાની ફરજ નિભાવવામાં આવી રહી છે. જિલ્લાના વધુમાં વધુ મતદારો ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વેરાવળ સિવિલ હોસ્પીટલ દ્વારા દૈનિક ૭૦૦ કેસ પેપરમાં મતદાર જાગૃતિનો સિક્કો લગાવીને…

Read More

સિક્યુરિટી ગાર્ડની પ્રમાણિકતા : “રામ વન”માં મળેલ મોંઘો મોબાઈલ ફોન માલિકને પરત આપ્યો

હિન્દ ન્યુઝ, રાજકોટ         “રામ વન” ખાતે ફરજ બજાવતા રાજકોટ મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડ શ્રી રાજેશભાઈ રણછોડભાઈ વસોયા ગત તા.૦૪/૦૪/૨૦૨૪નાં રોજ “રામ વન”માં ફરજ બજાવી રહ્યા હતાં ત્યારે તેઓને આશરે રૂ.૮૦,૦૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોન મળ્યો હતો. ત્યારબાદ તેમણે આ મોબાઈલ ફોનના માલિકને શોધીને જરૂરી ખરાઈ કર્યા બાદ તેમને મોબાઈલ ફોન પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ ઘટના બાબતે જાણ થતા વિજીલન્સ અને સિક્યુરિટી વિભાગના અધિકારી ડીવાય.એસ.પી. આર.બી.ઝાલા અને પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાઈરેક્ટર ડૉ. આર. કે. હીરપરાએ “રામ વન”માં ફરજ પર રહેલ “અભય સિક્યુરિટી”ના ગાર્ડ રાજેશભાઈ…

Read More

ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની વિગત

હિન્દ ન્યુઝ, રાજકોટ             રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને  સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી  લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.૦૫-૦૪-૨૦૨૪ ના રોજ ૦૪ વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે અને પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા બે વેપારીઓને રૂપિયા ૨૦૦૦/- દંડ તેમજ ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો…

Read More

પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજ તા. ૦૬-૦૪-૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૧૫૬ આસામીઓ પાસેથી ૧૬.૮ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૬૦,૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ…

Read More