વેરાવળ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીના કેસ પેપરમાં પણ મતદાન જાગૃતિનો સંદેશો

દર્દીની સેવા સાથે રાષ્ટ્રસેવા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.

આ જ ઉપક્રમમાં વેરાવળ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના કેસ પેપરમાં મતદાન જાગૃતિનો સિક્કો લગાવી અવશ્ય મતદાન કરવાં અનુરોધ કરી દર્દીની સેવા સાથે રાષ્ટ્રસેવાની ફરજ નિભાવવામાં આવી રહી છે.

જિલ્લાના વધુમાં વધુ મતદારો ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વેરાવળ સિવિલ હોસ્પીટલ દ્વારા દૈનિક ૭૦૦ કેસ પેપરમાં મતદાર જાગૃતિનો સિક્કો લગાવીને દર્દીઓમાં મતદાન જાગૃતી ફેલાવવામા આવી રહી છે.

લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી થઈ તમામ મતદારો પોતાના અમૂલ્ય મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે તેવા શુભ હેતુથી દૈનિક ૭૦૦થી વધુ કેસ પેપરમાં “અવસર લોકશાહીનો, મારા ભારતનો” અને “મતદાન અવશ્ય કરીએ” નો નારો બુલંદ કરવામાં આવી રહ્યો છે.

Related posts

Leave a Comment