સિક્યુરિટી ગાર્ડની પ્રમાણિકતા : “રામ વન”માં મળેલ મોંઘો મોબાઈલ ફોન માલિકને પરત આપ્યો

હિન્દ ન્યુઝ, રાજકોટ

        “રામ વન” ખાતે ફરજ બજાવતા રાજકોટ મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડ શ્રી રાજેશભાઈ રણછોડભાઈ વસોયા ગત તા.૦૪/૦૪/૨૦૨૪નાં રોજ “રામ વન”માં ફરજ બજાવી રહ્યા હતાં ત્યારે તેઓને આશરે રૂ.૮૦,૦૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોન મળ્યો હતો. ત્યારબાદ તેમણે આ મોબાઈલ ફોનના માલિકને શોધીને જરૂરી ખરાઈ કર્યા બાદ તેમને મોબાઈલ ફોન પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ ઘટના બાબતે જાણ થતા વિજીલન્સ અને સિક્યુરિટી વિભાગના અધિકારી ડીવાય.એસ.પી. આર.બી.ઝાલા અને પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાઈરેક્ટર ડૉ. આર. કે. હીરપરાએ “રામ વન”માં ફરજ પર રહેલ “અભય સિક્યુરિટી”ના ગાર્ડ રાજેશભાઈ રણછોડભાઈ વસોયાને તેમની પ્રમાણિકતા બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

Leave a Comment