સોજીત્રા મતવિભાગના પચેગામના મતદાન મથકની મુલાકાત લઈને ગ્રામજનોને મતદાન માટે પ્રોત્સાહિત કરતા આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આનંદ દશ મિનિટ દેશ માટે…લોકસભા ચૂંટણીમાં મતદાન માટે… આણંદ જિલ્લામાં લોકશાહીના મહાપર્વ સમી લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં વધારેમાં વધારે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અથાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ‘’know Your Polling Booth’’ થીમ અંતર્ગત ૧૧૪-સોજીત્રા મતવિભાગના પચેગામ મતદાન મથકની મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પચેગામ મતદાન…

Read More

સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અનુસંધાને રાજકોટ શહેરમાં સ્વચ્છતા રેન્કિંગનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અન્વયે સીટીઝન એન્ગેજ્મેન્ટ અન્વયે સ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સ્કૂલ, સ્વચ્છ રેસિડન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા, સ્વચ્છ સરકારી ઓફિસ, સ્વચ્છ વોર્ડ તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરીજનો ભાગ લઈ પોતાના વિસ્તારને સ્વસ્છ બનાવવા માટે સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધા વિશે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર્સ જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ મેન્ટેનન્સ અને લોકોના ફીડબેક તથા પરિસરની સ્વચ્છતા, શૌચાલયનું બાંધકામ તથા શૌચાલયની સ્વચ્છતા, દાદરા-લોબીની સ્વચ્છતા, કચરા પેટીની વ્યવસ્થા,…

Read More

પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેના પ્રાણી-પક્ષીઓને ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ    રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૬૪ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી…

Read More

આણંદ શહેરમાં કેટલાંક માર્ગો પરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, આણંદ   આણંદ જિલ્લામાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ તથા વિદ્યાનગર શહેર વિસ્તારના કેટલાંક માર્ગો પર તા. ૩૦/૦૫/૨૦૨૪ સુધી સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રીના ૦૮-૦૦ કલાક સુધી તમામ પ્રકારના ભારે માલવાહક વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફ૨માવેલ છે. આ હુકમ અન્વયે મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક ત૨ફથી શહેરમાં પ્રવેશતા, એન.એસ.સર્કલથી લક્ષ્મી ચોકડી ત૨ફથી શહેરમાં પ્રવેશતા, ૨ઘુવિ૨ સીટી સેન્ટરથી કોમ્યુનિટી હોલ તરફથી શહેરમાં પ્રવેશતા, દિપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સિનેમા તરફથી શહે૨માં પ્રવેશતા, નવા બસ સ્ટેન્ડથી બેઠક…

Read More

આણંદ ખાતે તા. ૬ એપ્રિલના રોજ ઇવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ   લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનામાં ૭ મી તારીખે યોજાનાર છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ૧૬ – આણંદ સંસદીય લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮ – ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે ઇવીએમ મશીનોની વિધાનસભા મત વિભાગવાર વહેંચણી માટે ઇવીએમ નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં આગામી તારીખ ૦૬ એપ્રિલના રોજ સાંજે ૬-૦૦ કલાકે કરવામાં આવનાર છે. ઇવીએમ મશીન ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કર્યા બાદ વિધાનસભા…

Read More

આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમ/વાજીંત્ર લે-વેચ કરનારે તેના ઉપયોગ કરતા સમયે સાઉન્ડલીમીટર લગાડવાનું રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ       આણંદ જિલ્લામાં કોઈ પણ પ્રકારની શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ અને સલામતિ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માઈક સીસ્ટમ થકી થતાં અવાજના પદૂષણને અટકાવવા અંગે કેટલાક પ્રતિબંધો દર્શાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અન્વયે માઈક સીસ્ટમ ભાડે આપનાર માલિક/ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર આણંદ જિલ્લાના હુકમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં આવેલ…

Read More

આણંદ જિલ્લામાં પ્રત્યેક વિધાનસભા દીઠ એક દિવ્યાંગ સંચાલિત પોલિંગ સ્ટેશન તૈયાર કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી મે માસમાં તારીખ ૭ મી ના રોજ આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે સાથે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આણંદ જિલ્લાની લોકસભા સામાન્ય ચુંટણી માટે જિલ્લાની પ્રત્યેક વિધાનસભા દીઠ ૧ દિવ્યાંગ સંચાલિત પોલિંગ સ્ટેશન બનાવવાનું છે. તે અંતર્ગત આણંદ જિલ્લાની ૭ વિધાનસભામાં કુલ મળી ૭ દિવ્યાંગ સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં તૈયાર કરવામાં આવનાર વિધાનસભા દીઠ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકની વાત કરીએ તો, ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં ૧૧૮-ખંભાત ખાતે…

Read More

આવકવેરા હેઠળ જુનો વિકલ્પ સ્વીકારવા માંગતા પેન્શનરોએ તા. ૧૫ એપ્રિલ સુધીમાં લેખિતમાં જાણ કરવી

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ જિલ્લા તિજોરી અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા જે કોઈ પેન્શનરોની આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની પેન્શનની આવક કરપાત્ર થતી હોય, તેવા પેન્શનરો પૈકિ જે પેન્શનરો આવકવેરા કાયદા હેઠળ આપવામાં આવતી ન્યુ રેજીમ અને ઓલ્ડ રેજીમ (નવો વિકલ્પ અને જુનો વિકલ્પ) પૈકી ઓલ્ડ રેજીમનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ ઓલ્ડ રેજીમ સ્વીકારવા બાબતનું બાંહેધરી ફોર્મ અને આવકવેરા અંતર્ગત બાદ મળવાપાત્ર રોકાણો/ સંભવિત રોકાણોની બાંહેધરી અંગેની વિગતો જિલ્લા તિજોરી કચેરી ખાતે તા.૧૫/૦૪/૨૦૨૪ સુધીમાં લેખિતમાં આપવાની રહેશે. જે પેન્શનરોએ સંભવિત રોકાણોની બાંહેધરી આપેલ…

Read More

આણંદ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે રોટરી ક્લબ મતદાર જાગૃતિ અભિયાનમાં સહભાગી બનશે

હિન્દ ન્યુઝ, આણંદ   ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની તારીખો જાહેર થતાંની સાથે જ આ ચુંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી મતદાન જાગૃતિ અન્વયે વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યાં છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ આણંદ લોકસભા મતદાર વિભાગના તમામ મતદારો મહત્તમ મતદાન કરે અને શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં પણ મતદાન કરવા માટે જાગૃતતા આવે તે માટે રોટરી ક્લબ, આણંદ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.  જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને છેક ગ્રામ્ય વિસ્તારના લોકોમાં મતદાન કરવા…

Read More

આણંદ જિલ્લાના મતદારોને મતદાન કરવાની અપીલ કરતા જિલ્લાના દિવ્યાંગ કક્ષાના ડિસ્ટ્રીક્ટ આઇકોન સમીમબેન વહોરા

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ    ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાતાઓને મતદાન અંગે જાગૃત કરવા અને લોકશાહીના પર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આણંદના જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.         જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદ જિલ્લાના મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બની અચૂક મતદાન કરે અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા આણંદ…

Read More