આણંદ જિલ્લામાં પ્રત્યેક વિધાનસભા દીઠ એક દિવ્યાંગ સંચાલિત પોલિંગ સ્ટેશન તૈયાર કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

હિન્દ ન્યુઝ, આણંદ

   લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી મે માસમાં તારીખ ૭ મી ના રોજ આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે સાથે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે.

ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આણંદ જિલ્લાની લોકસભા સામાન્ય ચુંટણી માટે જિલ્લાની પ્રત્યેક વિધાનસભા દીઠ ૧ દિવ્યાંગ સંચાલિત પોલિંગ સ્ટેશન બનાવવાનું છે. તે અંતર્ગત આણંદ જિલ્લાની ૭ વિધાનસભામાં કુલ મળી ૭ દિવ્યાંગ સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવનાર છે.

આણંદ જિલ્લામાં તૈયાર કરવામાં આવનાર વિધાનસભા દીઠ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકની વાત કરીએ તો, ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં ૧૧૮-ખંભાત ખાતે આવેલ ONGC પ્રાથમિક શાળા, ઉત્તર ભાગ, રેલવે ફાટક પાસે, ખંભાત, ૧૦૯- બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં ૫૧-બોરસદ મતદાન મથક ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી તાલીમ ભવન બોરસદ, ૧૧૦- આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં ૧૬૫- આંકલાવ મતદાન મથક ખાતે આવેલ કેશવપુરા પ્રાથમિક શાળા, દક્ષિણ ભાગ, આંકલાવ, ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં ૨૫- લિંગડા મતદાન મથક ખાતે આવેલ લીંગડા પ્રાથમિક શાળા, રૂમ નંબર -૧, બસ સ્ટેન્ડ પાસે, લિંગડા, ૧૧૨-આણંદ વિધાનસભા મતવિસ્તારમાં ૬૬-આણંદ મતદાન મથક ખાતે આવેલ અંબાલાલ પ્રાથમિક શાળા, પૂર્વ ભાગ, આણંદ, ૧૧૩-પેટલાદ વિધાનસભામાં ૧૦૯-પેટલાદ મતદાન મથક ખાતે આવેલ મહી સિંચાઈ અતિથિગૃહ, ઇન્સ્પેક્શન રૂમ, પેટલાદ અને ૧૧૪-સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં ૫૮-સોજીત્રા મતદાન મથક ખાતે આવેલ નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈની કચેરી, રૂમ નંબર-૧, હામી સોસાયટી સામે, સોજીત્રાનું મતદાન મથક મળીને કુલ – ૦૭ મતદાન મથકોને દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવશે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુનએ જણાવ્યું છે.

Related posts

Leave a Comment