કાલાવડ ભાજપમાં મોટું ગાબડું: દિગ્ગજ પાટીદાર નેતા નાનજીભાઈ ચોવટીયા ‘આપ’માં જોડાયા

હિન્દ ન્યુઝ, કાલાવડ

       જામનગર જિલ્લાના કાલાવડ રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. કાલાવડ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિખવાદના અંતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક મજબૂત અને દિગ્ગજ પાટીદાર નેતા ગુમાવ્યા છે. કાલાવડ ભાજપના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન નાનજીભાઈ ચોવટીયાએ આજે સત્તાવાર રીતે કેસરિયો ત્યાગી ‘ઝાડુ’ પકડ્યું છે.

        કાલાવડ ખાતે આયોજિત આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’ અને વિસાવદર નાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જનસભા દરમિયાન નાનજીભાઈ ચોવટીયાએ આપનો ખેસ ધારણ કર્યો હતો. બહોળી કાર્યકરોની હાજરીમાં ગોપાલ ઇટાલિયાએ તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું.

ભાજપ માટે મોટો ફટકો :

       નાનજીભાઈ ચોવટીયા કાલાવડ પંથકમાં પાટીદાર સમાજ પર સારી પકડ ધરાવે છે. તેઓ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા હોવાથી પાયાના કાર્યકરોમાં લોકપ્રિય છે. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે, કાલાવડ ભાજપના આંતરિક ખેંચતાણ અને નેતાઓની ઉપેક્ષાને કારણે નાનજીભાઈએ આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.

આગામી ચૂંટણી પર અસર :

        ચૂંટણી પહેલા જ કાલાવડ ભાજપના ગઢમાં આ પ્રકારનું ગાબડું પડતા રાજકીય ગરમાવો આવી ગયો છે. નાનજીભાઈના જવાથી ભાજપને પાટીદાર મતોનું નુકસાન થઈ શકે છે, જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી કાલાવડ વિસ્તારમાં વધુ મજબૂત બની રહી હોય તેમ જણાય છે.





📍કાલાવડ ખાતે આમ આદમી પાર્ટીની જનસભા

https://www.facebook.com/share/v/1CMazmLWri/

https://www.instagram.com/reel/DWNeuvlATK_/?igsh=MTdraXNzaWJqN2p1cw==

 

Related posts

Leave a Comment