આવકવેરા હેઠળ જુનો વિકલ્પ સ્વીકારવા માંગતા પેન્શનરોએ તા. ૧૫ એપ્રિલ સુધીમાં લેખિતમાં જાણ કરવી

હિન્દ ન્યુઝ, આણંદ

 આણંદ જિલ્લા તિજોરી અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા જે કોઈ પેન્શનરોની આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની પેન્શનની આવક કરપાત્ર થતી હોય, તેવા પેન્શનરો પૈકિ જે પેન્શનરો આવકવેરા કાયદા હેઠળ આપવામાં આવતી ન્યુ રેજીમ અને ઓલ્ડ રેજીમ (નવો વિકલ્પ અને જુનો વિકલ્પ) પૈકી ઓલ્ડ રેજીમનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ ઓલ્ડ રેજીમ સ્વીકારવા બાબતનું બાંહેધરી ફોર્મ અને આવકવેરા અંતર્ગત બાદ મળવાપાત્ર રોકાણો/ સંભવિત રોકાણોની બાંહેધરી અંગેની વિગતો જિલ્લા તિજોરી કચેરી ખાતે તા.૧૫/૦૪/૨૦૨૪ સુધીમાં લેખિતમાં આપવાની રહેશે.

જે પેન્શનરોએ સંભવિત રોકાણોની બાંહેધરી આપેલ હશે તેવા પેન્શનરોએ રોકાણ કર્યાની નકલ કચેરીએ આપવાની રહેશે અન્યથા રોકાણ કર્યું નથી એવુ માનવામાં આવશે. જે પેન્શનરે ઓલ્ડ રેજીમનો વિકલ્પ આપ્યો હશે, તે સિવાયના બાકીના તમામ પેન્શનર ન્યુ રેજીમનો વિકલ્પ (નવો વિકલ્પ) સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરાની કપાત કરવામાં આવશે. જે પેન્શનરોએ તેઓના પાનકાર્ડની તેમજ આધારકાર્ડની નકલ રજુ ના કરી હોય તેઓએ બંને પુરાવાની નકલ આપવાની રહેશે. જિલ્લા તિજોરી ખાતેથી કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરોની પેન્શનની આવક કરપાત્ર ના હોય તેવા પેન્શનરોએ આ વિકલ્પ આપવાની જરૂરિયાત રેહેતી નથી તેમ જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment