કે.વી.કે. વઘઈ ખાતે “પીએમ ધન ધાન્ય કૃષિ યોજના” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ

   નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિડૉ. ઝેડ. પી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વી.કે. વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કે.વી.કે. વઘઈ(ડાંગ) દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે તા. ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ “પીએમ ધન ધાન્ય કૃષિ યોજના” અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમ અંતર્ગત વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અંતર્ગત વિશેષ માહિતી આપી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં શિયાળુ ઋતુમાં ખેતી કાર્યનું આયોજન, પ્રદેશ આધારિત કૃષિ તાંત્રિકતા, કઠોળ પાકોને પ્રોત્સાહન, પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અને પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના તેમજ GST બચત ઉત્સવ વિષય પર ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના તમામ વૈજ્ઞાનિકોએ અત્યંત જરૂરી માહિતી આપી હતી. 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વિવિધ કૃષિ પરિયોજનાનું ઉદઘાટન રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસર, પૂષા, નવી દિલ્હી થી લાઈવ ટેલીકાસ્ટ ના માધ્યમથી નિહાળ્યું હતું. 

આ કાર્યક્રમમાં ૪૫૦ થી પણ વધારે જેટલા પુરુષ તથા મહિલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી તેઓના પ્રતિ ભાવો જણાવ્યા હતાં. 

Related posts

Leave a Comment