લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪
હિન્દ ન્યુઝ, આણંદ
લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ નું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનામાં ૭ મી તારીખે યોજાનાર છે.
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ૧૬ – આણંદ સંસદીય લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮ – ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે ઇવીએમ મશીનોની વિધાનસભા મત વિભાગવાર વહેંચણી માટે ઇવીએમ નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં આગામી તારીખ ૦૬ એપ્રિલના રોજ સાંજે ૬-૦૦ કલાકે કરવામાં આવનાર છે.
ઇવીએમ મશીન ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કર્યા બાદ વિધાનસભા વાઈઝ ઇવીએમ મશીનોની વહેંચણી તારીખ ૭ મી એપ્રિલના રોજ સવારે ૭-૦૦ કલાકથી માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં જ કરવામાં આવશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.