ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની વિગત

હિન્દ ન્યુઝ, રાજકોટ

            રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવાસફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને  સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી  લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.૦૫-૦૪-૨૦૨૪ ના રોજ ૦૪ વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે અને પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા બે વેપારીઓને રૂપિયા ૨૦૦૦/- દંડ તેમજ ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા એક આસામીને ૧૦૦૦/- તેમજ એક સફાઈ કામદારને રૂપિયા  ૫૦૦/- દંડ કરવામાં આવ્યો હતો.

            કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ ૧૦૦૦ કેમેરા દ્વારા દિનભરમાં ૧૩૦૬ લોકેશન ચેક કરવામાં આવેલ,  જે અંતર્ગત  કુલ  ૪૬૭ સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે,  દરમ્યાન તા.૦૧-૦૪-૨૦૨૪ ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ૧૦ ફરિયાદો સીસીટીવી કન્ટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી ૨૪ કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ .

ઉપરોકત કામગિરી માનનિય મ્યુનિકમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસરશ્રી વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

Related posts

Leave a Comment