મહારાષ્ટ્ર નો ૫૪મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ (વર્ચ્યુઅલ) રૂપમાં ૨૬,૨૭,૨૮ ફેબ્રુઆરી થશે જેને લઇને નિરંકારી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

હિન્દ ન્યૂઝ, દાહોદ

           તા 19 , નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજની પવન છત્રછાયામાં મહારાષ્ટ્રનો ૫૪મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ તારીખ ૨૬, ૨૭ તથા ૨૮ ફેબ્રુઅરી ૨૦૨૧ ના રોજ વર્ચ્યુઅલ રૂપમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. કોરોના વાઇરસનું સંક્રમણ હજુ સંપૂર્ણ પણે સમાપ્ત થયું નથી. આ વાત ને જ ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ માટે જાહેર કરાયેલા દિશા-નિર્દેશ અનુસાર સમાગમનું આયોજન વર્ચ્યુઅલ રૂપમાં કરવામાં આવી રહ્યું છે.

         મિશનના સેવાદારો દ્વારા લગભગ છેલ્લા ૧.૫ મહિના થી આ સંત સમાગમની તૈયારીઓ સંત નિરંકારી સત્સંગ ભવન, ચેમ્બુર, મુંબઈ માં થઇ રહી છે. સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજના સાનિધ્યમાં સમાગમમાં સમ્મિલિત થનારા વક્તા, ગીતકાર, ગાયક, કવિ, સંગીતકાર તથા વાદક અગાઉથી જ આ ભવન પર આવી પોતાની પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરી ચુક્યા છે. જેને વર્ચ્યુઅલ રૂપમાં પ્રસારિત કરવા માટે રેકોર્ડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના દરેક ક્ષેત્રના વધુમાં આસ-પાસના રાજ્યો તથા દેશ અને દુરદેશો થી પણ ઘણા વક્તાઓએ આ સમાગમમાં ભાગ લીધો છે. સમાગમની તૈયારીઓ દરમિયાન કોવીડ-૧૯ ના સંદર્ભમાં સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશો અનુસાર સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું (દો ગજ કી દુરી, માસ્ક હૈ જરૂરી) સેનીટાઈઝેશન વગેરે સિવાય પણ સમાગમ સેવાઓમાં સંલગ્ન તથા સમ્મિલિત દરેક પ્રતિનિધિઓના કોવિડ (RT-PCR) ટેસ્ટ ગવર્મેન્ટ ડીપાર્ટમેન્ટ ના સમન્વય સાથે કરાવવામાં આવ્યા.

            મિશનના ઈતિહાસમાં આવું પ્રથમ વાર થવા જઈ રહ્યું છે કે આ વર્ષે મહારાષ્ટ્ર નો ૫૪મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ વર્ચ્યુઅલ રૂપમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. નિરંકાર પ્રભુ પરમાત્માની ઈચ્છાને સર્વોપરી માની હર્ષોલ્લાસથી ભક્તો તેને આવકારી રહ્યા છે. સંપૂર્ણ સમાગમનું વર્ચ્યુઅલ પ્રસારણ મિશનની વેબ્સાઈટ પર તારીખ ૨૬, ૨૭, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત સમાગમ સંસ્કાર ટીવી ચેનલ પર ત્રણેય દિવસ સાંજે ૫:૦૦ થી ૯:૦૦ સુધી પ્રસારિત કરવામાં આવશે.

રિપોર્ટર : વિજય બચાણી, દાહોદ

Related posts

Leave a Comment