મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વહેલી સવારે મતદાન જાગૃતિ માટે ભવ્ય ‘વોકેથોન’ યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર 

    આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપે તેવા આશયથી મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી નેહાકુમારી, જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતેથી ‘ચુનાવ કા પર્વ’ની ઉજવણી અંતર્ગત મતદાન જાગૃતિ વોકેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ વોકેથોન લુણાવાડા નગરમાં દરકોલી દરવાજા, નગરપાલિકા, ફુવારા ચોક માંડવી બજાર થઇ ઇન્દિરા મેદાન ખાતે પરત ફરી હતી.

     કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકએ મતદાનના દિવસ ૭મી મે એ દસ મિનીટ દેશ માટે આપી વધુમાં વધુ મતદાન કરી દેશ લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી. વધુમાં લોકશાહીના આ અવસરને ઘરે પ્રસંગ આવ્યો હોય તેમ ઉજવવા અને અન્યને મતદાન માટે પ્રેરિત કરવા યોગદાન આપવા ખાસ અનુરોધ કર્યો હતો.

     મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિગ્નેચર કેમ્પેઈન, મતદાન પ્રતિજ્ઞા ઉપરાંત મતદારોને પોતાનો મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલ યુવા મતદારોને સહભાગી બનાવવા બલૂન કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. વહેલી સવારની વોકેથોનમાં ઝુમ્બા દ્વારા સૌએ વોર્મઅપ કરી ઉર્જા મેળવી હતી

     આ વોકેથોનમાં અધિક નિવાસી કલેકટર સી વી લટા, પ્રોબેશનલ આઈએએસ મહેંક જૈન, પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટિલ, ડીઆરડીએ ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર, ડીવાયએસપીઓ સહીત વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈને 10 મિનીટ દેશ માટે’, ‘ચુનાવ કા પર્વે, દેશ કા ગર્વ’, “મતદાન આપણો અધિકાર’, ‘અવસર લોકશાહીનો’, ‘પહેલા મતદાન પછી અન્ય કામ’ જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટર્સ સાથે મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો હતો.

 

 

Related posts

Leave a Comment