ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને

હિન્દ ન્યુઝ, સોમનાથ

ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યા એ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હાર્દિક પંડ્યા એ શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને મહાદેવનો જલાભિષેક કર્યો હતો. આ અવસરે તેઓએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન કર્યું હતું.

આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી મહાનુભાવનું અભિવાદન કર્યું હતું.

Related posts

Leave a Comment