રાજકોટ,
તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે આજે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોના લોકડાઉન વચ્ચે કાર્યરત તમામ પોલીસ કર્મચારીઓને એન–૯૫ પ્રકારના ૮ હજાર માસ્ક તેમજ મહાનગરપાલિકાના ૫ હજાર કર્મચારીઓ માટે થ્રી–લેયર કેટેગરીના ૧૫ હજાર માસ્ક તેમજ તમામ પ્રેસ–ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારો, પ્રેસ ફોટોગ્રાફર્સ, કેમેરા પર્સન્સ તેમજ અન્ય અખબારી કર્મચારીઓને પણ તેમના તરફથી સંપૂર્ણ સ્વખર્ચે માસ્ક આપવામાં આવશે. તેમણે ઉમેયુ હતું કે તેઓ કુલ ૨૫ હજાર માસ્કનું વિતરણ કરશે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં આજથી માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ત્યારે પોલીસતંત્ર, મહાનગરપાલિકા તત્રં અને પ્રેસ મીડિયાના કર્મચારીઓ ફરજ પર હોય. તેઓને સ્વરક્ષણ માટે કયાંય માસ્ક ખરીદવા જવું ન પડે તેવા હેતુથી તેમણે સ્વખર્ચે માસ્ક આપવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટર :દિલીપ પરમાર, રાજકોટ