ગુજરાત રાજયમાં લોકડાઉનમાં આંશિક રાહત મળશે, ૧૫મી થી વિમાન, ટ્રેનો, તથા બસ તેમજ શાળા-કોલેજો રહેશે બંધ, કાલે સત્તાવાર જાહેરાતની સંભાવના

ગુજરાત રાજય,

તા.૧૩.૪.૨૦૨૦ ના વડાપ્રધાન સાથે થયેલી ચર્ચા વિચારણા મુજબ ૧૫મી એપ્રિલથી ગુજરાતમાં લોકડાઉનને ઘણું જ હળવું કરી દેવાશે. જેની આવતીકાલે સત્તાવાર જાહેરાતની સંભાવના છે. જોકે તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ રહેશે. જેમાં એરપોર્ટ પરના વિમાનો તથા રેલવેની ટ્રેનો અને ગુજરાત એસ.ટી તથા એ.એમ.ટી.એસ. ની સ્થાનિક બસ સેવાનો સમાવેશ થાય છે. આ બધી જ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે પરંતુ લોકો પોતાના વાહનો લઇને નીકળી શકશે. ગુજરાતની તમામ શાળા કોલેજો પણ બંધ રહેશે. એટલું જ નહીં ગુજરાતની સરહદ અન્ય રાજ્યો માટે બંધ રહેશે. આજ રીતે રાજ્યના તમામ જિલ્લાઓ પણ એકબીજા માટે બંધ રહેશે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે નહીં કે ગુજરાતમાંથી અન્ય રાજ્યમાં પણ જઈ શકાશે નહીં. તેમજ અન્ય રાજ્યના કોઇપણ માણસને ગુજરાતની અંદર આવા દેવાશે નહીં પરંતુ જે તે શહેરના અમુક આવશ્યક ઉદ્યોગો અને વેપારીઓ પોતાનો વ્યવસાય ચાલુ રાખી શકશે. અને અમુક ચોક્કસ ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રી પણ ખૂલી શકશે તેવું જાણવા મળે છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment