‘લોક સેવા એ જ પ્રભુ સેવા’ ને સાર્થક બનાવનાર અશ્વિનભાઈ માંકડિયા અને દયારામભાઈ પટેલ ને ડૉ. સીમાબેન પટેલ દ્વારા આભાર……. 

મોરબી,

સમગ્ર ગુજરાત માં કોરોનાના પગલે લોકડાઉનની આવી કપરી પરિસ્થિતિ છે ત્યારે આપણા ગામના, તાલુકાના, જિલ્લાના અને ભારત દેશમાં સેવાકીય પ્રવૃત્તિ કરનારી અનેક સંસ્થાઓ ખૂબ જ આગળ આવી ‘લોક સેવા એ જ પ્રભુ સેવા’ ના સુત્રને સાર્થક બનાવી રહી છે ત્યારે આવી જ પરિસ્થિતિમાં ઝઝુંમતા મોરબી જિલ્લામાં હરીપાર્ક સોસાયટી ના રહેવાસી બીનાબેન (નામ બદલેલ છે) હાલ પોતાના બે દીકરા અને એક દીકરી સાથે આ કોરોનાની મહામારીમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે એ બીનાબેન (નામ બદલેલ છે) ને પોતાના ત્રણ સંતાનો સાથે ભૂખમારી નો સામનો કરી રહ્યા છે.

બીનાબેન (નામ બદલેલ છે) ની આ પરિસ્થિતિ ની જાણ કાલાવડ ના સમાજ સેવિકા અને રાષ્ટ્રીય એકતા મંચ ના અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલ ને જણાવતા પોતે બીનાબેન ને મોરબી જઈ સહાય પહોંચાડી ન શકતા હોવા ના કારણે ડો. સીમાબેન પટેલે તાત્કાલિક ધોરણે મોરબી જીલ્લાના રહેવાસી અને રાષ્ટ્રીય હિંદુ સંઘ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા અશ્વિનભાઈ માકડીયા તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ દયારામભાઈ પટેલને આ તમામ પરિસ્થિત અંગે જાણ કરી અને આ કપરી પરિસ્થિતિ નો સામનો કરનાર બીનાબેન (ચારે વ્યક્તિ) માટે તેઓએ તુરંત જીવન જરૂરિયાત ની વસ્તુઓ અને અનાજ ભરાવી આપવા જાણ કરાતા

મોરબીમાં લોક સેવામાં હર હંમેશ તત્પર રહેતા અશ્વિનભાઈ માકડીયા તેમજ દયારામભાઈ પટેલ એ તાત્કાલિક બીનાબેન ના ઘરે જઈ તમામ જીવન જરૂરિયાત ની વસ્તુઓ પુરી પાડી હતી અને આ રીતે બંને ભાઈઓએ ‘લોક સેવા એજ પ્રભુ સેવા’ ને સાર્થક બનાવ્યુ હતું.

‘લોક સેવા એ જ પ્રભુ સેવા’ ને સાર્થક બનાવનાર અશ્વિનભાઈ માંકડિયા અને દયારામભાઈ પટેલ ને હું ડૉ. સીમાબેન પટેલ (રાષ્ટ્રીય એકતા મંચ : અધ્યક્ષા) તેમજ રાષ્ટ્રીય એકતા મંચ પરિવાર તરફથી એમની સેવાને ખુબ ખુબ આભાર માની , સમાજના દરેક લોકો આવી કપરી પરિસ્થિતિ માં એકબીજાને મદદ કરે એવી અભિલાષા સહ.

 

Related posts

Leave a Comment