રાજકોટ શહેર ફાકી ખાવી હોય તો એ પણ સિવિલ હોસ્પિટલમાંથી એકદમ સરળતાથી મળી રહેશે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસ વ્યાપ વધ્યો છે. અને એમાં પણ લોકડાઉનનો સમય છે. આ સમયમાં ફાકીના રસિયાઓ અનેક જગ્યાએ ફાકી શોધતા હોય છે. ત્યારે જો તમારે ફાકી ખાવી હોય તો પહોંચી જાવ સિવિલ હોસ્પિટલ. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવતી હોય છે. પરંતુ જો હવે એમાં પણ ચોંકાવનારી વાત તો એ છે કે હોસ્પિટલમાં ફાકી વેંચવાનો ધંધો બીજું કોઈ નહીં પણ ત્યાંની નર્સ જ ચલાવી રહી છે. ૨૦ રૂપિયાની ફાકી નર્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં વેંચવામાં આવે છે. ત્યારે એક તરફ આરોગ્ય તંત્ર, મનપા, પોલીસ દ્વારા આવી વસ્તુઓનું વેંચાણ થતું હોય. ત્યાં દરોડા પાડવામાં આવે છે. અને બીજી તરફ બેરોકટોક ફાકીના ગોરખધંધા ચાલી રહ્યા છે. એ પણ બીજે ક્યાંય નહીં પરંતુ રાજકોટની જ સિવિલ હોસ્પિટલમાં. ચિંતાનો વિષય તો એ છે કે ડોકટરેની નજરની સામે આ ફાકીનું વેચાણ થાય છે. તો પણ કંઈ એક્શન લેવામાં આવ્યા નથી. ત્યારે પ્રશ્ન એ પણ થાય કે સિવિલ હોસ્પિટલમાં લોકો આરોગ્ય સ્વસ્થ કરવા જાય છે કે બગાડવા. આવા લેભાગુ લોકો ખરા અર્થમાં સમાજ ના દુશ્મનનો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment