રાજકોટ,
રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનમાં મુંજકા ગામે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પેટ્રોલીંગ દરમ્યાન ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યા. A.C.P. , P.I. , P.S.I. સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મીઓ પર ફૂલ વરસાવી, થાળી તેમજ તાલીઓ વગાડી પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. લોકડાઉન દરમ્યાન સ્થાનિક પોલીસ સ્ટેશન યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના P.I. અને સ્ટાફ તથા A.C.P. દિયોરા ની ટીમ દ્વારા લોકડાઉનની કડક અમલવારી બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતા. કોરોના વોરીયર્સ પોલીસ અધિકારીની ટીમને ક્રિષ્ના હોટેલ ગ્રુપ મહેશભાઈ બોરીચા, પ્રવીણભાઈ સેગલિયા, કાથડભાઈ સેગલિયા, વિનુભાઈ મિયાત્રા, મનુભાઈ સેગલિયા, રમેશભાઈ હૂંબલ, રમેશભાઈ સેગલિયા, રાજેશભાઈ સેગલિયા, સંજયભાઈ બોરીચા દ્વારા બિરદાવવામાં આવ્યા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ