રાજકોટ શહેર જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા. કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા. કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ. જેલમાંના દરજી વિભાગમાં પાકા કામના ૧૭ જેટલા પુરૂષ અને ૧૦ થી વધુ મહિલા કેદીઓ દ્વારા ઓર્ડર મુજબ ટૂંકા ગાળામાં ૪૫૦૦૦ જેટલા માસ્ક તૈયાર કર્યા છે. આ માસ્ક ૧૦૦ ટકા કોટનમાંથી તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં રૂ.૮ ની પડતર કિંમતે તૈયાર થતા આ માસ્કનું વેંચાણ નહીં નફો નહીં નુકશાન ના ધોરણે કરવામાં આવે છે. આમ કોરોના વાયરસ સામે લડાઇમાં રાજકોટ જેલના બંદીવાનો દેશની સુખાકારીના સંત્રીઓ બની રહયા છે.

 

હાલમાં માસ્કનું ઉત્પાદન ચાલુ છે. તેમ નાયબ જેલ અધિક્ષક રાકેશ દેસાઈએ જણાવ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment