ગીર-સોમનાથ જિલ્લામાં દ્રી-ચક્રિય અને ફોર વ્હીલ વાહનોના ગોલ્ડન અને સીલ્વર નંબર હરાજી થશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ગીર-સોમનાથ દ્રારા દ્રી-ચક્રિય વાહનોની બાકિ રહેલ નંબરની સીરીઝ જી.જે.૩૨.પી અને નવી સીરીઝ જી.જે.૩૨.ક્યુ. તથા ફોર વ્હિલ વાહનોની બાકી રહેલ નંબરની સીરીઝ જી.જે.૩૨ કે (k)મા ગોલ્ડન-સીલ્વર નંબરો માટેની હરાજી તા.૨૦-૦૩-૨૦૨૧ ના રોજ ખોલવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલીકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી શકાશે.

  તા. ૧૫ થી ૧૭-૦૩-૨૦૨૧ સુધી AUCTION માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. તા. ૧૮ થી ૧૯-૦૩-૨૦૨૧ ના રોજ AUCTION  નું bidding ઓપન થશે. તા. ૨૦ માર્ચ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ખાતે જમા કરાવવાનું રહેશે. વાહન વેચાણ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો આ હરાજીમાં ભાગ લઈ શકશે. સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment