બધીર વિદ્યાલય ખાતે મફત મેમોગ્રાફી કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, નડિયાદ

રોટરી ક્લબ નડિયાદ રાઉન્ડ ટાઉન દ્વારા આજે વિશ્વ મહિલા દિવસ નિમિતે બધીર વિદ્યાલય ખાતે  મફત મેમોગ્રાફી કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં પ્રો.ચરમેન ડો. જયશ્રીબેન વૈષ્ણવ, પ્રો. ધર્મેશ ગજ્જર, સે. રો. મિતેન પરીખ, ડી.સે. રો. કેતન પટેલ, રો. મીનેશ રાવ, રો. કમલેશ પ્રધાન તથા રો. પ્રજ્ઞાબેન ગોર હજાર રહ્યા હતા . આ કેમ્પ માં ૪૫ વર્ષ થી વધુ ઉંમરના બહેનોને બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે મફત મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 40 જેટલા લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધો હતો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment