આહવા ખાતે યોજાયેલ ડાંગ દરબારના મેળામાં આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને પરંપરાઓનું જીવંત પ્રદર્શન

હિન્દ ન્યુઝ, ડાંગ

    ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને પરંપરાગત ‘ડાંગ દરબાર’ મેળો આ વખતે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન (IAS)ના દૂરંદેશીપણા, માર્ગદર્શન અને વ્યવસ્થાપનને કારણે અત્યંત ખાસ અને યાદગાર બની ગયો છે. આ મેળો તા. ૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ ૨૦૨૬ સુધી આહવામાં ભવ્ય રીતે યોજાઈ રહ્યો છે, જેમાં આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને પરંપરાઓનું જીવંત પ્રદર્શન થઈ રહ્યું છે.

મેળાના બીજા દિવસે સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યોની રજૂઆત કરવામાં આવી, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. ત્યારબાદ ખ્યાતનામ ગુજરાતી લોકગાયકની પ્રસ્તુતિઓ થઈ, જેને હાજર લોકોએ મન ભરીને માણી હતી. પ્રસિદ્ધ લોકગાયક ભાવેશ આહિરે તેમની જોરદાર અને ઉત્સાહભરી પ્રસ્તુતિ આપી, જેણે વાતાવરણમાં નવો જોશ અને ઉર્જા ભરી દીધી હતી. તેમના ગીતો અને લયબદ્ધ પ્રદર્શને પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો અને સૌએ તાળીઓની વર્ષા કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર સુ શાલિની દુહાને પણ વિશેષ હાજરી આપીને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. તેઓની હાજરીએ કલાકારો અને પ્રેક્ષકોમાં વધુ ઉત્સાહ વધાર્યો અને મેળાની વ્યવસ્થા તથા સુરક્ષા પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને દૂરંદેશી વ્યવસ્થાપનને લોકોએ સરાહી હતી.

આ મેળો ડાંગની આદિવાસી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને તેને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત કરવા માટે મહત્વનો છે. જિલ્લા પ્રશાસનના સહયોગથી આયોજિત આ ઉત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને તેમને અનોખો અનુભવ મળ્યો છે.

તારીખ ૧ માર્ચના રોજ સાંજના રંગઉપવન ખાતે સંગીતકારો પ્રિતમ શુક્લા અને રૂપણ રાણાનું સંગીત માળવા મળશે. તેમજ સ્થાનિક આદિવાસી કૃતિઓમાં ડાંગી નૃત્યો, રાઠવા નૃત્ય, પાવરી નૃત્ય, ઘુમ્મર નૃત્ય, સિધ્ધિ ધમાલ નૃત્ય, પુર નૃત્ય અને રાસ ગરબાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 

Related posts

Leave a Comment