ડાંગ
પીએમ શ્રી સ્કુલ નવોદય વિદ્યાલય સાપુતારાના વાર્ષિક સ્કુલ મેગેઝિન ‘સૃજન’નું વિમોચન સમારોહ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી આહવા ખાતે તારીખ ૨૭/૦૨/૨૦૨૬ ના રોજ યોજાયો હતો.
આ પ્રસંગે નવોદય વિદ્યાલય સાપુતારાના આચાર્ય આર પી તિવારી, એસ બી મિશ્રા ઉપ આચાર્ય, મેગેઝિનના મુખ્ય સંપાદક અશોક લિમયે અને હિન્દી વિભાગના સંપાદક શ્રીમતી ઉષા સકત કલેક્ટર કચેરી આહવા, ડાંગમાં હાજર હતા.
પીએમ શ્રી સ્કુલ હેઠળ નવોદય વિદ્યાલય સાપુતારાએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન શાળા મેગેઝિન બહાર પાડવાની યોજના બનાવી હતી. આ મેગેઝિન “સૃજન” નું સમગ્ર કાર્ય અને પ્રક્રિયા ચાર મહિના સુધી ચાલુ રહ્યું હતું. જેમાં દરેક ભાષા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ નવોદય વિદ્યાલય, સાપુતારાના વિદ્યાર્થીઓએ મેગેઝિન માટે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લેખો અને કવિતાઓ લખવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ પણ આ મેગેઝિન માટે પોતાના લેખો લખ્યાં છે. મેગેઝીન ‘સૃજન’ નવોદય વિદ્યાલય સાપુતારાની શ્રેષ્ઠ પ્રથાઓ અને સિદ્ધિઓ દર્શાવે છે. આ મેગેઝીન બહાર પાડવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં લેખન કૌશલ્ય અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હતો.
ડાંગ જિલ્લા કલેક્ટર સુ શાલિની દુહાને શાળા મેગેઝિનના આ અદ્ભુત પરિણામ બદલ નવોદય વિદ્યાલય સાપુતારાની ખૂબ પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા હતાં.
