અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજસ્થાનના અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ થયો. જેના ભાગરૂપે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી રસીકરણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ.

આ અભિયાન અંતર્ગત ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સરની અટકાયત માટે 14 વર્ષ પૂર્ણ કરેલી અને 15મો જન્મદિવસ બાકી હોય તેવી રાજ્યની અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસીકરણથી સુરક્ષિત કરવાનું લક્ષ્ય; રાજ્ય સરકાર દ્વારા 150 કરોડ રૂપિયા રસીકરણ માટે ફાળવીને આ રસી તદ્દન વિનામૂલ્યે આપવાનો ઐતિહાસિક નિર્ણય.

આ અભિયાનના સુચારુ સંચાલન માટે 2297 તાલીમબદ્ધ રસીકરણ ટીમો અને એટલા જ કોલ્ડ ચેઈન પોઈન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા.

Related posts

Leave a Comment