હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર અંતર્ગતના ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે.
જે અંતર્ગત આજે ઇણાજ ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું સેકન્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વરની સેકન્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયા માઈક્રો ઓબ્ઝર્વર કયા મતવિભાગમાં કઇ જગ્યાએ કાર્ય કરશે તે નક્કી થાય છે.
આ રેન્ડમાઇઝેશન વખતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલ, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા અને ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.