પ્રેમ પ્રકરણ માં જાનથી મારી નાખવાની કોશિશ..મહિલા ની વધુ ગંભીર હાલત હોઈ પાટણ ધારપુર ખસેડાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર

     પાટણ જિલ્લા ના સમી ખાતે ગત મંગળવાર નાં રોજ , 3 સંતાનોની માતાએ ભાગી જવાની ના પાડતા યુવાને તે મહિલા નાં શરીરે સાત ઘા ઝીંકતા લોહી લુહાણ હાલતે ધારપુર મેડિકલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. મહિલા લોહી લુહાણ હાલતમાં હોઈ વધુ સારવાર અર્થે પાટણ ની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી .

     સમી માં રહેતી મહિલા સાથે આ યુવક ની આંખ મળી ગઈ હતી.ત્યાર પછી પ્રેમ વધુ આગળ વધી જતાં મહિલા એ ભાગવાની નાં પાડતા યુવક એ મહિલા નાં શરીરે સાત ઘા ઝીંકતા લોહી લુહાણ થતાં ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે.આરોપી મહિલાનાં ઘરે ઘુસી જઈ આરોપી એ મહિલાનાં શરીર નાં ભાગે અલગ અલગ જગ્યા એ સાત ઘા મારી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ યુવક કડિયા કામ કરતો હતો.અને યુવક એ સમી માં રહેતી મહિલા સાથે આંખ મળી જતા 3 સંતાન ની માતા એ ભાગી જવાની નાં પાડતા સમગ્ર ઘટના બનવા પામી હતી. ફોન માં બિસ્માર માંગણીઓ કરી હતી તેમજ અભદ્ર ગાળો બોલી પછી યુવક મહિલા નાં ઘરે પહોંચી ગયો હતો.જે દરમિયાન મહિલા ને સાત અલગ અલગ જગ્યા એ ઘા મારી ફરાર થઈ ગયો હતો.
મૂળ વતન કઠીવાળા ગામનો યુવક હોવાની વિગતો બહાર આવી છે. યુવક સાથે મહિલા એ ભાગી જવાની નાં પાડતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ મહિલા ને 3 સંતાનો હોવાથી ભાગી જવાની નાં પાડતા આ સમગ્ર ઘટના બનવા પામી હતી.

     મળતી માહીતી અનુસાર મહિલા નાં પેટના અને છાતી નાં ભાગે છરી નાં સાત ઘા મારી યુવક ફરાર થઇ ગયો હતો.મૂળ વતન કઠીવાળા ગામનો યુવક લાલજી ઠાકોર સમી ગામ ખાતે રહેતી મહિલાનાં સંપર્ક માં આવતા આંખ મળી જતા પ્રેમ પ્રકરણ માં આવી જતા પ્રેમ માં આગળ ભાગી જવાની નાં પાડતા સમગ્ર ઘટના બનવા પામી હતી.

     મળતી માહીતી અનુસાર આ યુવક મહિલા સાથે સતત ફોનમાં વાતો કરતો હતો તેમજ આ મહિલા નો પતી વિદેશ માં નોકરી અર્થે રહેતો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર ઘટના માં સમી ખાતે રહેતી મહિલા 3 સંતાનો ની માતા પોતાના સંતાનો સાથે એકલી સમી ગામ ખાતે રહેતી હતી.

Related posts

Leave a Comment