હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે અવારનવાર છેલ્લા એક અઠવાડિયા થી લઈને 15 દિવસ ની અંદર મા 3 બાઇક ચોરી ની ઘટનાઓ સામે આવી છે. રાધનપુર વિસ્તાર માં દિવસે ને દિવસે વધી રહી છે બાઇક ચોરી ની ઘટના થોડા સમય અગાઉ પણ રાધનપુર મેન બજાર માં વેપારી ની સ્કુટી ની ચોરી ની ઘટના સામે આવી હતી.તે સમય વિત્યા ને ગણ્યા કલાકો ની અંદર જ ફરી થી નગર પાલિકા ખાતે પાર્ક કરેલ બાઇક ની ચોરી ની ઘટના સામે આવી હતી. ત્યારે ફરીથી રાધનપુર વિસ્તારના સેનેટરી ખાતે થી વેપારી નાં બાઇક ની ચોરી થતા રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
રાધનપુર ખાતે ફરીથી રાધનપુર વિસ્તાર નાં સેનેટરી વિસ્તાર માં બાઇક ચોરી ની ઘટના આમે આવી છે. રાધનપુર સેનેટરી ખાતે પાર્ક કરેલું બાઇક કોઈ અજાણ્યાં શખ્શ દ્વારા ચોરાઇ જતાં વેપારી દ્વારા રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.જે ફરિયાદ ના આધારે રાધનપુર પોલિસે તપાસ હાથ ધરી. રાધનપુરના સેનેટરી ખાતે બાઇક ચોરી થતાં ગુનો નોંધાતા અજાણ્યાં શખ્શ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ જેના આધારે રાધનપુર પોલીસ એ તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર