નડાબેટ હાઇવે રણ વિસ્તાર માં એક સ્વિફ્ટ કાર પુર જોશમાં આવતી હોવાથી અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમવતાં ધડકાભેર ગાડી ખાઈમાં ખાબકી

હિન્દ ન્યુઝ, વાવ 

       કાર રણ વિસ્તાર માં પુરજોશમાં રણમાં ઉતરી જતાં ગાડી ચાલક બેભાન થઇ ગયેલ સાથે ચાલકે કાબૂ ગુમાવ્યો અને ગાડી ભાગીને ભુક્કા થઈ ગઈ હતી. ગાડીમાં સવાર લોકો તેમાં બુમાં બૂમ કરવા લાગ્યા હતા. ત્યાં ગાડી જ્યારે ખાબકી ત્યારે રણમાં કોઈ લોકો પણ હતા નહિ. કોઈ ટ્રાફિક પણ ત્યાં હતી નહિ ગાડીમાં બેઠેલા લોકો વાતોમાં આવી અને ગાડી ચાલક તેની સ્પીડ વધારે કરતાં ગાડી બે ત્રણ વાર પલટી થઈ ગયેલ હોય એમ જોવા મળેલ. આ સ્વિફ્ટ કાર એકદમ ખાબકતા ડ્રાઈવર ને થોડી ઇજા પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ગાડી રણમાં માટીમાં જોરદાર ઘૂસી ગઈ હોવાના કારણે ચાલક ને વધારે ઇજા થઇ નહિ. 

અહેવાલ : ભરત વેન, વાવ 

Related posts

Leave a Comment