હિન્દ ન્યુઝ, કાલાવડ
આવતી કાલ નાં રોજ તા. 17-05-2024 ને શુક્રવાર (મુ. તા. 8 જિલ્કાદ) ના રોજ નિકાવા ખાતે વલી અલ્લાહ હજરત હાજી કાસમ દાદા ખલિફાએ સોહરવર્દી રહેમતુલ્લાહેનો 23 મો શાનદાર ઉર્ષ ઉજવાશે.
જેમાં સવારે 11:30 એ પાંધીઓ માટે રોટની દાવત, ત્યારબાદ બપોરે 04:30 એ સંદલ મુબારકનું જુલુસ , ત્યાર બાદ સાંજના 07:00 થી 10:00 ન્યાજ તકસિમ કરવામાં આવશે. ત્યાર બાદ ઈશા નમાજ બાદ મોલાના અબ્દુલ કાદરીબાપુ (હડમતારા વાળા) તકરીર ફરમાવશે અને ત્યાર બાદ રાત્રે 10:30 થી મુકરીરે ખુસૂશી “હજરત અલ્લામા મોલાના મુફ્તી ગુલ્ફામ રજા રામપુરી” તેમની જોશીલી જબાન માં તકરીર ફરમાવશે.
આમ આવતી કાલે ઉર્સે-એ-કાસમી શાનદાર રીતે ઉજવાશે. આ ઉર્ષમાં દર વર્ષે આજુ-બાજુ ના અનેક ગામડાઓ તેમજ દૂર દૂર થી પણ લોકો દરગાહ શરીફ પર સલામ કરવા તેમજ તકરીર સાંભળવા ઉમટી પડતા હોય છે. આમ સવારથી જ ઉર્ષની ઉજવણી ચાલુ થઈ જશે.
ઉપરોક્ત મહેફિલે આમમાં હાજરી આપવા સર્વે ધર્મ પ્રેમી હિન્દૂ-મુસ્લીમ જનતાને હજરત હાજી કાસમદાદા ઉર્ષ કમિટી દ્વારા સર્વે ને આમંત્રણ પાઠવેલ છે.
ઉર્ષ સ્થળ: હજરત હાજી કાસમદાદા ખલિફા દરગાહ શરીફ – નિકાવા, તા: કાલાવડ, જી: જામનગર.
રિપોર્ટર : યાસીન દોઢિયા, નીકાવા
Advt.



